________________
૧૧૯
ઉત્તમ ત્યાગ) શું ઔષધદાન અને ઔષધત્યાગ એક કહી શકાય ખરું?
નહી, કદાપિ નહીં; કેમકે આહારદાન અને ઔષધદાનમાં બીજા પાત્ર-જીવોને ભોજન અને ઔષધ આપવામાં આવે છે, જયારે આહારત્યાગ અને ઔષધત્યાગમાં આહાર અને ઔષધનું સ્વયં સેવન કરવાનો ત્યાગ કરવામાં આવે છે. આહારત્યાગ અને ઔષધિત્યાગમાં કોઈને કાંઈ આપવાનો સવાલ જ ઊઠતો નથી. આ જ પ્રમાણે આહારદાન અને ઔષધદાન માં આહાર અને ઔષધને ત્યાગવાનો (નહીં ખાવાનો) સવાલ ઊઠતો નથી.
આહારદાન કરો અને સ્વયં પણ યથેચ્છ ખાઓ, કોઈ રોકટોક નથી; પરંતુ આહારનો ત્યાગ કર્યો તો પછી ખાવા-પીવાનું ચાલે નહીં. '
આહાર અને ઔષધની બાબતમાં કયાંક કાંઈ અધિક અટપટું ન પણ લાગે, પરંતુ જયારે “જ્ઞાનદાન' ના સ્થાને “જ્ઞાનત્યાગ” નો પ્રયોગ કરવામાં આવે તો વાત એકદમ અટપટી લાગશે. શું જ્ઞાનનો પણ ત્યાગ કરવામાં આવે છે? શું જ્ઞાન પણ ત્યાગવા યોગ્ય છે? શું જ્ઞાનનો ત્યાગ કરી પણ શકાય
આ જ પ્રકારની વાત અભયદાન અને અભયત્યાગના સંબંધમાં સમજવી જોઈએ. - એક વાત બીજી પણ સમજી લો.દાનમાં ઓછામાં ઓછી બે વ્યકિત જોઈએ, અને બંનેને જોડનારો માલ પણ જોઈએ. આહાર દેનાર, આહાર લેનાર અને આહાર; ઔષધ દેનાર, ઔષધ લેનાર અને ઔષધ આ ત્રણેય વિના આહારદાન અને ઔષધદાન સંભવિત નથી. જો લેનાર જ નથી તો દેવું કોને? જો વસ્તુ જ ન હોય તો દેવું શું? પરંતુ ત્યાગ માટે કાંઈપણ ન જોઈએ. જે આપણી પાસે ન હોય એનો પણ ત્યાગ કરી શકાય છે. જેમકે હુ' લગ્ન નહીં કરું, એમા કઈ વસ્તુનો ત્યાગ થયો? લગ્નનો. લગ્ન કર્યું જ કયાં છે? જયારે લગ્ન કર્યું જ નથી તો ત્યાગ કોનો? કરવાના ભાવનો.
આ જ પ્રમાણે સર્વ પરિગ્રહનો ત્યાગ થાય છે, પરંતુ સર્વ પરપદાર્થરૂપ પરિગ્રહ છે કયાં આપણી પાસે? તેથી એને ગ્રહણ કરવાના ભાવનો જ ત્યાગ થાય છે.
ત્યાગને માટે આપણે સંપૂર્ણ સ્વતંત્ર છીએ. એમાં આપણે જેનો ત્યાગ કરીએ એમા લેનારની જરૂર નથી, વસ્તુની પણ જરૂર નથી.