________________
૯૬
- ધર્મનાં દશ લક્ષણ) પ્રજવલિત અગ્નિ ઘાસને બાળી નાખે છે. તેમ તારૂપી અગ્નિ કર્મરૂપ તણને બાળીને ભસ્મ કરી દે છે. ઉત્તમ પ્રકારે કરવામાં આવેલા કર્માસવ રહિત તપના ફળનું વર્ણન કરવામાં હજારો જીભોવાળા પણ સમર્થ થઈ શકતા નથી.
તપનો મહિમા ગાતાં મહાકવિ ઘાનતરાયજી લખે છે :તપ ચાહે સુરરાય, કરમ શિખરકો વજ છે, દ્વાદશ વિધ સુખદાય, કયો ન કરે નિજ સકતિ સમ. ઉત્તમ તપ સબ માંહિ બખાના, કરમ શૈલ કો વજ સમાના.'
ઉકત પંકિતઓમાં બે બેવાર તપ માટે કર્મરૂપી પર્વતોને ભેદનાર એમ પણ કહેવામાં આવેલું છે કે જે તપને દેવરાજ ઈન્દ્ર પણ ચાહે છે, જે વાસ્તવિક સુખ આપવાવાળું છે તેને દુર્લભ મનુષ્યભવ પ્રાપ્ત કરીને આપણે પણ સ્વ-શકિત અનુસાર કેમ ન કરીએ? અર્થાત આપણે યથાશકિત તપ અવશ્ય કરવું જોઈએ.
જે તપને દેવરાજ ઈન્દ્ર પણ તલસે–વલખાં મારે અને જે તપે કર્મ–શિખરને વજ સમાન હોય તે તપ કેવું હોતું હશે – એ મનન કરવા જેવી વાત છે. એને માત્ર બે–ચાર દિવસ ભૂખ્યા રહેવામાં અથવા અન્ય પ્રકારે કરેલા બાહ્ય કાય-કલેશાદિ પૂરતાં મર્યાદિત કરી શકાય નહીં.
- ઉત્તમતપ-એના સ્વરૂપ અને સીમાઓની સમ્યક જાણકારી માટે ગંભીરતમ અધ્યયન મનન અને ચિંતનની અપેક્ષા રાખે છે.
જો ભોજનાદિનહીં કરવાનું નામ જ તપ હોય તો પછી દેવતાઓ એના માટે તલપે કેમ? ભોજનાદિનો ત્યાગ તો તેઓ સહેલાઈથી કરી શકે છે. એમને ભોજનાદિનો વિકલ્પ પણ હજારો વર્ષ સુધી થતો નથી. આ વાત સંયમની ચર્ચા કરતી વેળા વિસ્તાથી સ્પષ્ટ કરવામાં આવી છે.
તપ બે પ્રકારનું માનવામાં આવેલું છે(૧) બહિરંગ અને (૨) અંતરંગ. બહિરંગ તપ છઃ પ્રકારનું છે :
(૧) અનશન (૨) અવમૌદર્ય (૩) વૃત્તિ પરિસંખ્યાન (૪) ૧. દશલક્ષણ પૂજન, તપ સંબંધી છંદ. २. अनशनावमौदर्यवृत्तिपरिसंख्यानरसपरित्यागविविक्तशय्यासन- कायक्लेशा बाह्य
તપ: તત્વાર્થ સૂત્ર, અધ્યાય ૯, સૂત્ર ૧૯.