________________
૧૦૦
ધર્મનાં દશ લક્ષણ) આ પ્રમાણે આપણે જોઈએ છીએ કે કષાય, વિષય અને આહારના ત્યાગપૂર્વક આત્મસ્વરૂપમાં રમવું-જ્ઞાન-ધ્યાનમાં લીન રહેવું એ જ વાસ્તવિક ઉપવાસ છે. પરંતુ આપણી શું સ્થિતિ છે? ઉપવાસના દિવસે આપણા કષાયો કેટલા મોળા પડે છે? ઉપવાસના દિવસે તો એવું લાગે છે જાણે આપણા કષાયો ચાર ગણા થઈ ગયા હોય.'
એક વાત આ પણ ધ્યાન દેવા યોગ્ય છે કે ઉકત બાર તપોમાં પહેલાની અપેક્ષાએ બીજું, બીજાની અપેક્ષાએ ત્રીજું, આ પ્રમાણે અંત સુધી ઉત્તરોત્તર તપ અધિક ઉત્કૃષ્ટ અને મહત્વપૂર્ણ છે. અનશન પહેલું તપ છે અને ધ્યાન છેલ્લું, ધ્યાન કદીક અંતર પડયા વિના અન્તમુહૂર્ત કરે તો નિશ્ચિતપણે કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે, પરંતુ ઉપવાસ વર્ષભર કરે તો કેવળજ્ઞાનનો નિશ્ચિત નિયમ નહીં. આ નકલી ઉપવાસની વાત નથી, સાચા ઉપવાસની વાત છે. પહેલાં તીર્થકર મુનિરાજ 28ષભદેવ દીક્ષા લૈતાની સાથે જ એક વર્ષ, એક માસ અને સાત દિવસ સુધી નિરાહાર રહ્ય, છતાં પણ હજાર વર્ષ સુધી કેવળજ્ઞાન ન થયું. ભરત ચક્રવર્તીને દીક્ષા લીધા પછી આત્મધ્યાનના બળે એક અન્તર્મુહૂતમાં જ કેવળજ્ઞાન થઈ ગયું.
અનશન કરતાં અવમૌદર્ય, અવમૌદર્યથી વૃત્તિપરિસંખ્યાન, વૃત્તિપરિસંખ્યાનથી રસપરિત્યાગ અધિક મહત્વપૂર્ણ છે. આ વાતને સ્પષ્ટ કરવા માટે એમનું સામાન્ય સ્વરૂપ જાણવું આવશ્યક છે.
અનશનમાં ભોજનનો સંપૂર્ણ ત્યાગ હોય છે, પરંતુ અવમૌદર્યમાં એક વાર ભોજન કરવામાં આવે છે, આ કારણે એને એકાશન પણ કહે છે. આમાં એક વાર ભોજન કરવામાં આવે છે, પરંતુ ભર–પેટ નહીં; આ કારણે એને ઉનોદર પણ કહે છે. પરંતુ આજે એ ઉનોદર ન રહેતાં દૂનોદર થઈ ગયું છે; કેમકે લોકો એકાશનમાં એક સમયનું નહીં, પણ બને સમયનું ગરિષ્ઠ ભોજન કરી લે છે.
ભોજન માટે જતી વખતે અનેક પ્રકારની આકરી પ્રતિજ્ઞાઓ લેવી, અને એ પૂરી થાય તો જ ભોજન કરવું, અન્યથા ઉપવાસ કરવો–એ વૃત્તિપરિસંખ્યાન છે. છ રસોમાંથી કોઈ એક—બે કે છયે રસોનો ત્યાગ કરવો, નીરસ ભોજન લેવું એ રસપરિત્યાગ છે.
ઉપર્યુક્ત ચારેય તપ ભોજન અથવા ભોજન–ત્યાગથી સંબંધિત છે, એમાં ઈચ્છાઓનો નિરોધ અને શારીરિક આવશ્યકતાઓ વચ્ચે કેટલું