Book Title: Dharmna Dash Lakshan
Author(s): Hukamchand Bharilla, Ramniklal M Shah
Publisher: Todarmal Smarak Trust

Previous | Next

Page 130
________________ ૧૦૫ ઉત્તમ ત૫) : શું કહ્યું એની કિંમત નથી; કોણે કહ્યું – એની કિંમત છે. ભગવાને જો “ભવ્ય કહ્યો તો એનાથી મહાને અભિનંદન બીજું શું હોય? ભગવાનની વાણીમાં ‘ભવ્ય' એમ આવ્યું તો મોક્ષ પ્રાપ્ત થવાનું નિશ્ચિત થઈ ગયું. પરંતુ આ મૂર્ણ જગત કદાચિત્ “ભગવાન” પણ કહી દે તો એની શું કિંમત ? સ્વભાવથી તો સૌ ભગવાન છે, પરંતુ જે પર્યાયથી પણ વર્તમાનમાં આપણને ભગવાન કહે છે એણે આપણને ભગવાન નથી બનાવ્યા પણ પોતાની મૂર્ખતા પ્રગટ કરી છે. વિનય ખૂબ ઊંચી વસ્તુ છે, એને આટલી નીચી કક્ષા સુધી નહીં લાવવી જોઈએ. ભાઈ સાહેબ! વિનય તો એ તપ છે જે વડે નિર્જરા અને મોક્ષ થાય છે, તે શું ખુશામતથી થઈ શકે નહીં, કદાપિ નહીં. - જો માત્ર ચરણોમાં ઝુકવું અને નમસ્તે કરવું – એનું નામ વિનયતપ હોય તો પછી દેવતાઓ એના માટે શું કામ તલસે? એમને કોઈની સામે નમવામાં શું હરકત હોય? તો પછી શાસ્ત્રકાર એમ કેમ ફરમાવે છે કે એમને તપ નથી? મા–બાપની સામે ઝૂકવાનું નામ તો વિનયતપ છે જ નહીં, પરંતુ સાચા દેવ–શાસ્ત્ર–ગુરુની સામે ઝૂકવાનું નામ પણ નિશ્ચયથી વિનયતપ નથી – ઉપચારવિનય છે. • વિનયતપ ચાર પ્રકારનું હોય છે : (૧) જ્ઞાનવિનય, (૨) દર્શનવિનય, (૩) ચારિત્રવિનય અને (૪) ઉપચારવિનય. * ઉપચારવિનય કેટલાક લોકો માતા-પિતા આદિ લૌકિકજનોના વિનયને ગણે છે પરંતુ એ બરાબર નથી. જ્ઞાનવિનય એ નિશ્ચયવિનય છે અને જ્ઞાનીનો વિનય ઉપચારવિનય છે; દર્શનવિનય નિશ્ચયવિનય છે અને સમ્યદ્રષ્ટિનો વિનય ઉપચારવિનય છે; ચારિત્રનો વિનય નિશ્ચયવિનય છે અને ચારિત્રવંતોનો વિનય ઉપચારવિનય છે. આ પ્રમાણે દર્શન–જ્ઞાન–ચારિત્રનો વિનય નિશ્ચયવિનય અને એમના ધારક દેવગુરુઓનો વિનય ઉપચારવિનય છે. - વિનયતપ તપધર્મનો ભેદ છે, તેથી એનો ઉપચાર પણ ધર્માત્માઓમાં જ કરી શકાય છે; લૌકિકજનોમાં નહીં.

Loading...

Page Navigation
1 ... 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218