________________
૧૦૭
ઉત્તમ ત૫) શુદ્ધાપયોગરૂ૫ રહેવા માટે નિરંતર ઉદ્યમશીલ રહેવું એ જ વાસ્તવિક વૈયાવૃત્તિ છે.
કદાચિત્ રોગ વગેરેના કારણે પોતાનું કે બીજા સાથ મુનિરાજનું ચિત્ત સ્થિરતાને પ્રાપ્ત ન થઈ રહ્યું હોય તો “પગ દબાવવા' વગેરે દ્વારા એમના ચિત્તને સ્થિરતામાં લાવવું એ પણ વૈયાવૃત્તિ છે; પરંતુ કોઈ કારણ વિના આરામથી પગ દબાવતા-દબાવડાવતા રહેવું એ કદીય વૈયાવૃત્તિ હોઈ શકે નહીં; અને હોય તોપણ તે તપ નથી, અંતરંગતપ તો કદીય નહીં.
કદીક કોઈ મુનિરાજ ભયંકર પીડાથી આક્રંદ કરતા હોય. એમનું ચિત્ત સ્થિર ન થતું હોય એવી સ્થિતિમાં એમને ખાલી ઉપદેશ દેવાથી એમના પરિણામોમાં સ્થિરતા આવવી સંભવિત નથી. પરંતુ જો એમની સેવા કરતાં-કરતા એમને સંબોધિત કરવામાં આવે તો સ્થિરતા ઝડપથી પ્રાપ્ત થઈ શકે. એકમાત્ર આ કરણે જે શારીરિક સેવાને વૈયાવૃત્યતાપમાં સ્થાન પ્રાપ્ત
વિનય અને વૈયાવૃત્યતાના સંબંધમાં વિચાર કરતી વેળા આપણે આ ન ભૂલવું જોઈએ કે આ અંતરંગ તપ છે, બાહ્ય પ્રવૃત્તિમાત્ર સાથે એમને જોડી યોગ્ય નથી.
સ્વાધ્યાય પણ અંતરંગ તપ છે. સ્વાધ્યાયને પરમ તપ કહેવામાં આવ્યું છે. (સ્વાધ્યાયઃ પરમં તા:) પરંતુ આજ તો આપણે સવારે ઊઠીને સર્વ પ્રથમ સમાચાર–પત્રોનો સ્વાધ્યાય કરવા લાગ્યા છીએ.
અહીંતહીંથી કાંઈપણ વાંચી લેવું એ સ્વાધ્યાય નથી, આત્મહિતકારી શાસ્ત્રોનું અધ્યયન-મનન-ચિંતન એ પણ ઉપચારથી સ્વાધ્યાય છે. વાસ્તવિક સ્વાધ્યાય તો આત્મજ્ઞાન પ્રાપ્ત થવું એ જ છે. સ્વઅધિ+અય= સ્વાધ્યાય. “સ્વ” એટલે પોતાનું, ‘અધિ” એટલે જ્ઞાન અને અય' એટલે પ્રાપ્ત થવું – આ પ્રમાણે પોતાનું જ્ઞાન પ્રાપ્ત થવું એ જ સ્વાધ્યાય છે; પર નું જ્ઞાન તો પરાધ્યાય છે.
યદ્યપિ સ્વાધ્યાયના ભેદોમાં વાંચવું, પૂછવું ઇત્યાદિ આવે છે તથાપિ થદ્વા-તધા ગમે તે વાંચવું, પૂછવું એ સ્વાધ્યાય નથી. શું વાંચવું, કેવી રીતે વાંચવું, શું પૂછવું, કોને પુછવું, કેવી રીતે પૂછવું? ઇત્યાદિ વિવેકપૂર્વક કરવામાં આવેલ વાચન, પૃચ્છના આદિ જ સ્વાધ્યાય કહેવામાં આવેલ છે.
મંદિરમાં ગયા, જે કોઈપણ શાસ્ત્ર હાથ આવ્યું તેનું જે પાન ખૂલી