Book Title: Dharmna Dash Lakshan
Author(s): Hukamchand Bharilla, Ramniklal M Shah
Publisher: Todarmal Smarak Trust

Previous | Next

Page 131
________________ ૧૦૬ ધર્મનાં દશ લક્ષણ) કોઈના ચરણોમાં માત્ર માથું નમાવી દેવાનું નામ વિનયતપ નથી. બહારથી તો માયાચારી જેટલો નમે છે – સંભવ છે કે સાચો વિનયવાન તેટલો નમતો ન પણ દેખાય. અહીં બાહ્ય વિનયની વાત નથી, અંતરંગ બહુમાનની વાત છે. વિનય અંતરંગ તપ છે. બહારથી નમવાવાળાઓની છવી પાડી શકાય છે, અંતરંગવાળાઓની નહીં. જ્ઞાન-દર્શન–ચારિત્ર પ્રત્યે અંતરંગમાં અનંત બહુમાનનો ભાવ અને તેની પૂર્ણતા પ્રાપ્ત કરવાના ભાવનું નામ વિનયતપ છે. બહારથી નમવારૂપ વિનય તો કોઈ કોઈ વાર જ જોઈ શકાય છે, પરંતુ અંતરંગ બહુમાનનો ભાવ તો હંમેશા રહે છે. તેથી જ્ઞાન-દર્શન–ચારિત્ર પ્રતિ અત્યંત મહિમાવંત મુનિરાજોને વિનયતપ હંમેશા જ રહે છે. . વૈયાવૃત્ય તપ સંબંધમાં પણ જગતમાં ઓછી ભ્રાન્ત ધારણાઓ નથી. તપસ્વી સાધુઓની સેવા કરવી, પગ દબાવવા ઈત્યાદિને જ વૈયાવૃત્ય સમજવામાં આવે છે. અહીં એક પ્રશ્ન સંભવિત છે કે વૈયાવૃત્તિ કરવી એ તપ છે કે કરાવવી – અર્થાત્ અન્યના પગ દાબવા એ તપ છે કે અન્ય દ્વારા પગ દબાવવા એ તપ છે? જો પગ દાબવા એ તપ હોય તો પછી પગ દાબવાવાળા ગૃહસ્થને તપ થયું, દબાવવાવાળો મુનિરાજોને નહીં; જયારે તપસ્વી તો મુનિરાજોને કહેવામાં આવે છે. આ બાર તપ છે પણ મુખ્યપણે મુનિરાજોને જ. જો આપ એમ કહ્યો કે પગ દબાવવા એ તપ છે તો પછી આવા તપનો કોને સ્વીકાર નહોય? બીજા આપણી સેવા કરે અને સેવા કરાવવાથી આપણે તપસ્વી બની જઈએ, આથી સારું બીજાં શું હોય? વગર વિચાર્યે આપણે બધા પગ દબાવતા આવ્યા છીએ અને માનતા આવ્યા છીએ કે આપણે વૈયાવૃત્તિ કરી રહ્યા છીએ, એનું ફળ આપણને અવશ્ય મળશે. સાથે સાથે એમ પણ માનતા આવ્યા છીએ કે વૈયાવૃત્યતા મુનિઓને હોય છે. વૈયાવૃત્તિનો અર્થ સેવા થાય છે – તે બરાબર છે. પરંતુ સેવાનો અર્થ પગ દબાવવા એમ આપણે કરી લીધો છે. વૈયાવૃત્તિમાં પગ પણ દબાવવામાં આવે છે, પરંતુ પગ દબાવવા એ જ માત્ર વૈયાવૃત્તિ નથી. સેવા સ્વ અને પર બનેની હોય છે. વાસ્તવિક સેવા તો સ્વ અને પરને આત્મહિતમાં લગાવવામાં છે. આત્મહિત એકમાત્ર શુદ્ધોપયોગરૂપ દશામાં છે.

Loading...

Page Navigation
1 ... 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218