________________
૯૮
ધર્મનાં દશ લક્ષણ)
અંતરંગ પરિણામ હશે તેવું જ પામશે; કેમકે પરિણામ–શૂન્ય શરીરની ક્રિયા ફળદાતા નથી........
બાહ્ય સાધન હોવાથી અંતરંગ તપની વૃદ્ધિ થાય છે તેથી ઉપચારથી આમને તપ કહ્યાં છે; પરંતુ બાહ્ય તપ તો કરે અને અંતરંગ તપ ન હોય તો ઉપચારથી પણ એને તપસંજ્ઞા નથી.’*
“તથા અંતરંગ તપોમાં પ્રાયશ્ચિત, વિનય, વૈયાવૃત્ય, સ્વાધ્યાય, ત્યાગ અને ધ્યાનરૂપ જે ક્રિયાઓ છે તેમાં જે બાહ્ય પ્રવર્તન છે એને તો બાહ્ય તપવત્ જ જાણવું. જેમ અનશનાદિ બાહ્ય ક્રિયા છે તેવી જ રીતે આ પણ બાહ્ય ક્રિયા છે; તેથી પ્રાયશ્ચિત્તાદિ બાહ્ય સાધન અંતરંગ તપ નથી. એવું બાહ્ય પ્રવર્તન હોય ત્યારે જે અંતરંગ પરિણામોની શુદ્ધતા છે એનું નામ અંતરંગ તપ જાણવું.”× જો કે અંતરંગ તપ જ વાસ્તવિક તપ છે, બહિરંગ તપને ઉપચારથી તપસંજ્ઞા છે; તોપણ જગતજનોને બાહ્ય તપ કરવાવાળો જ મોટો તપસ્વી દેખાય છે.
એક ઘરના બે સભ્યોમાંથી એકે નિર્જળ ઉપવાસ કર્યો પરંતુ આખેય દિવસ ગૃહસ્થનાં કાર્યોમાં જ વ્યસ્ત રહ્યો. બીજાએ જો કે દિવસમાં ભોજન બે વાર કર્યુ, પરંતુ દિનભર આધ્યાત્મિક અધ્યયન, મનન, ચિંતન, લેખન, પઠન–પાઠન કરતો રહ્યો.
લૌકિકજન ઉપવાસ કરવાવાળાને જ તપસ્વી માનશે, પઠન—પાઠન કરવાવાળાને નહીં. જેટલો કોમળ વ્યવહાર ઉપવાસી સાથે કરવામાં આવશે. એટલો પઠન–પાઠન કરનાર સાથે નહીં. જો તે વધારે ગરબડ કરે તો એને ઠપકારવામાં પણ આવે. કહેવામાં આવશે કે તમે તો બે–બે વાર ખાધું છે, એને તો ઉપવાસ હતો. દરેક વાતમાં ઉપવાસીને પ્રાથમિકતા આપવામાં આવશે—પ્રાપ્ત થશે.
એમ કેમ બને છે ?
એટલા માટે કે લૌકિકજનો એને તપસ્વી માને છે, જો કે એણે ખરેખર કાંઈ કર્યુ નથી. ઉપવાસ કર્યો એટલે ભોજન ન કર્યુ, પાણી ન પીધું. આ બધું
* મોક્ષમાર્ગ પ્રકાશક. પાનું ૨૩૧.
× મોક્ષમાર્ગ પ્રકાશક, પાનું ૨૩૨.