________________
ઉત્તમ ત૫) રસ–પરિત્યાગ (૫) વિવિકત શય્યાસન અને (૬) કાયકલેશ
આ જ પ્રમાણે અંતરંગ તપ પણ છઃ પ્રકારનું છે :
(૧) પ્રાયશ્ચિત (૨) વિનય (૩) વૈયાવૃત્ય (૪) સ્વાધ્યાય (૫) વ્યુત્સર્ગ અને (૬) ધ્યાન.
આ પ્રમાણે કુલ બાર પ્રકારનું તપ હોય છે.
ઉપર્યુકત સઘળાં તપોમાં–ભલે તે બાહ્ય તપ હોય કે અંતરંગ-એક શુદ્ધોપયોગરૂપ વીતરાગભાવની જ પ્રધાનતા છે. ઈચ્છાઓના નિરોધરૂપ શુદ્ધોપયોગરૂપી વીતરાગ ભાવ એ જ સાચું તપ છે. પ્રત્યેક તપમાં વીતરાગ ભાવની વૃદ્ધિ થવી જ જોઈએ - તો જ એ તપ છે, અન્યથા નહીં. - આ સંદર્ભમાં આચાર્યકલ્પ પંડિત ટોડરમલજીના વિચારો જોવા જોઈએ:-
“અનશનાદિને તથા પ્રાયશ્ચિત્તાદિને તપ કર્યું છે. કેમકે અનશનાદિ સાધન વડે પ્રાયશ્ચિત્તાદિરૂપ પ્રવર્તન કરીને વીતરાગ ભાવરૂપ સત્ય તપનું પોષણ કરવામાં આવે છે, તેથી ઉપચારથી અનશનાદિને તથા પ્રાયશ્ચિત્તાદિને તપ કહ્યું છે. કોઈ વીતરાગભાવરૂપ તપને ન જાણે અને આમને તપ જાણીને સંગ્રહ કરે તો સંસારમાં જ ભ્રમણ કરશે. બહુ શું કહીએ? એટલું સમજી લેવું કે નિશ્ચયધર્મ તો વીતરાગભાવ છે, અન્ય અનેક પ્રકારો વિશેષ બાહ્યસાધનની અપેક્ષાએ ઉપચારથી કહ્યા છે, તેમને વ્યવહારમાત્ર ધર્મસંજ્ઞા જાણવી.”
જ્ઞાની–જનોને ઉપવાસાદિની ઈચ્છા નથી હોતી, એક શુદ્ધોપયોગની ઈચ્છા હોય છે; ઉપવાસાદિ કરવાથી શુદ્ધોપયોગ વધે છે તેથી ઉપવાસાદિ કરે છે. તથા જો ઉપવાસાદિથી શરીર કે પરિણામોની શિથિલતાને લીધે શુદ્ધોપયોગ શિથિલ થતો જાણે તો ત્યાં આહારાદિ ગ્રહણ કરે છે ...
પ્રશ્ન – જો એમ છે તો અનશનાદિને તપસંજ્ઞા કેવી રીતે કહી?
સમાધાન :- એને બાહ્ય તપ કહેલું છે. બાહ્યનો અર્થ એ છે કે – બહારથી બીજાઓને દેખાય કે આ તપસ્વી છે,' પણ આપ ફળ તો જેવાં २. प्रायश्चित्तविनयवैयावृत्यस्वाध्यायव्युत्सर्गध्यानान्युत्तरम् ।
તત્વાર્થ સૂત્ર, અધ્યાય ૯, સૂત્ર ૨૦. ૩. મોક્ષમાર્ગ પ્રકાશક, પાનું ર૩૩.