________________
૯૫ ,
ઉત્તમ તપ) *
કોટિ જન્મ તપ તપે, જ્ઞાન બિન કર્મ ઝરેં જે, જ્ઞાની કે છિન મૉહિ, ત્રિગુપ્તિ તેં સહજ ટર્ષે તે.'
દેહ અને આત્માનો ભેદ નહીં જાણનાર અજ્ઞાની મિથ્યાદૃષ્ટિ કદાચિત ઘોર તપશ્ચરણ કરે તોપણ મુકિત પ્રાપ્ત કરી શકતો નથી. સમાધિશતકમાં આચાર્ય પૂજયપાદ લખે છે :
यो न वेत्ति पर देहादेवमात्मानमव्ययम् । ... लभते य न निर्वाणं तप्त्वापि परमं तपः ||३३।।
જે અવિનાશી આત્માને શરીરથી ભિન્ન નથી જાણતો તે ઘોર તપશ્ચરણ કરીને પણ મોક્ષને પ્રાપ્ત કરી શકતો નથી.
ઉત્તમ તપ એ સમ્મચારિત્રનો ભેદ છે, અને સમ્યફચારિત્ર સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન વિના હોતું નથી. પરમાર્થ વિના એટલે કે શુદ્ધાત્મતત્વરૂપી પરમ અર્થની પ્રાપ્તિ વિના કરવામાં આવેલું સઘળું તપ બાળતપ છે. આચાર્ય કુન્દકુન્દ સમયસારમાં લખે છે :... परमट्टम्हि दु अठिदो जो कुणदि तवं वदं च धारंदि । - तं सव्वं बालतवं बालवदं विति सव्वण्हू ।।१५२।।
પરમાર્થમાં અસ્થિત અર્થાત્ આંત્માનુભૂતિથી રહિત જે જીવ તપ કરે છે અને વ્રત ધારણ કરે છે, તેનાં એ સઘળાં તપ અને વ્રતને સર્વજ્ઞ ભગવાન બાળતપ અને બાળવ્રત કહે છે.
જિનાગમના ઉત્તમતાનો મહિમા પદ-પદ પર ગાયો છે. ભગવતી આરાધનામાં તો ત્યાં સુધી લખ્યું છે કે :
"तं पत्थि जं ण लभइ तवसा सम्म कएण पुरिसस्स। अग्गीव तणं जलिओ कम्मतणं डहदि य तवग्गी ।।१४७२।। सम्मं कदस्स अपरिस्सवस्स ण फलं तवस्स वण्णेदुं । વોર્ફ ગત્યિ સત્યે નસ વિ નિભા સયસEIT૧૪૭રૂા” .
જગતમાં એવો કોઈ પદાર્થ નથી કે જે નિર્દોષ તપ વડે પુરુષને પ્રાપ્ત ન થઈ શકે, અર્થાત્ તપથી સર્વ ઉત્તમ પદાર્થોની પ્રાપ્તિ થાય છે. જેમ
૧. કઢાલા, ચોથી ઢાલ, છંદ ૫.