________________
ઉત્તમ તપ
આચાર્ય કુન્દકુન્દના પ્રસિદ્ધ પરમાગમ પ્રવચનસારની તાત્પર્યવૃત્તિ નામની સંસ્કૃત ટીકા (ગાથા ૭૯) માં તપની પરિભાષા આચાર્ય જયસેને આ પ્રમાણે આપી છે :
समस्तरागादिपरभावेच्छात्यागेन स्वस्वरूपे प्रतपनं विजयनं તપ:
સમસ્ત રાગાદિ પરભાવોની ઈચ્છાના ત્યાગ વડે સ્વસ્વરૂપમાં પ્રતપન કરવું–વિજયન કરવું એ તપ છે. તાત્પર્ય આ છે કે સમસ્ત રાગાદિ ભાવોના ત્યાગપૂર્વક આત્મસ્વરૂપમાં પોતાનામાં લીન થવું અર્થાત્ આત્મલીનતા દ્વારા વિકારો પર વિજય પ્રાપ્ત કરવો એ તપ છે. '
આ જ પ્રકારનો ભાવ પ્રવચનસારની તત્વદીપિકા ટીકામાં આચાર્ય અમૃતચંદ્ર પણ વ્યકત કર્યો છે. ધવલ માં ઈચ્છાનિરોધને તપ કર્યું છે. આ પ્રમાણે આપણે જોઈએ છીએ કે નાસ્તિથી ઈચ્છાઓનો અભાવ અને અસ્તિથી આત્મસ્વરૂપમાં લીનતા–એ જ તપ છે.
તપની સાથે જોડેલો ઉત્તમ” શબ્દ સમ્યગ્દર્શનની સત્તાની સૂચક છે. સમ્યગ્દર્શન વિના કરવામાં આવેલું સઘળું તપ નિરર્થક છે.
કહ્યું છે કે – सम्मत्तविरहियाणं सट्ट वि उग्गं तवं चरंताणं । ण लहंति बोहिलाहं अवि वासससहस्सकोडीहिं ।।५।।
કોઈ જીવો સમ્યગ્દર્શન વિના કરોડો વર્ષો સુધી અતિ ઉગ્ર તપ કરે તોપણ બોધિલાભ પ્રાપ્ત કરી શકતા નથી.
આ જ પ્રકારનો ભાવ પંડિત દોલતરામજીએ પણ વ્યકત કર્યો છે :૧. પ્રવચનસાર, ગાથા ૧૪ ની ટીકા. ૨. ધવલા પુસ્તક ૧૩, ખંડ ૫, ભાગ ૪, સૂત્ર ૨૬, પાનું ૫૪.’ ૩. આચાર્ય કુન્દકુન્દઃ અષ્ટપાહુડ (દર્શન પાહુડો, ગાથા .