________________
ધર્મનાં દશ લક્ષણ)
૧૦૨
પૂરેપૂરું અનુશાસન રાખવામાં આવેલું છે. એમણે જીવનભર કોઈ રસવિશેષનો ત્યાગ કરવાને બદલે વારાફરતી રસોનો ત્યાગ કરવા પર જોર દીધું. રવિવારે મીઠું ન ખાવું, બુધવારે ધી નહીં ખાવું ઈત્યાદિ રસિયોની કલ્પનામાં આ જ ભાવના કામ કરતી હોય છે. એક રસ છ દિવસ ખાવાથી અને એક દિવસ ન ખાવાથી શરીર માટે આવશ્યક તત્વોની ખામી પણ નહીં રહે અને સ્વાદની પ્રધાનતા પણ સમાપ્ત થઈ જશે.
કોઈ વ્યકિત જીવનભર મીઠું કે ઘી છોડી દે તો શરૂઆતમાં થોડા દિવસો સુધી તો એને ભોજન બેસ્વાદ લાગે, પરંતુ પાછળથી એ જ ભોજનમાં સ્વાદ આવવા લાગશે. શરીરમાં એ તત્વની કમી થઈ જવાથી સ્વાસ્થ્યમાં પણ ગડબડ થઈ શકે છે. પરંતુ છ દિવસો ખાધા પછી જો એક દિવસ ઘી કે મીઠું ન ખાય તો શારીરિક ક્ષતિ બિલકુલ નહીં થાય પણ ભોજન બેસ્વાદ લાગશે. તેથી રસના પર અંકુશ રહેશે.
એક મુનિરાજે એક માસના ઉપવાસ કર્યા. પછી આહાર માટે નીકળ્યા. નિરંતરાય આહાર યથાવિધિ મળી જવા છતાં એક કોળિયો ભોજન લઈ પરત ચાલ્યા ગયા. વળી એક માસના ઉપવાસ કરી દીધા. આ ઉત્તોદરનું ઉત્તમ ઉદાહરણ છે.
અજ્ઞાની કહે છે કે જયારે બે માસના જ ઉપવાસ કરવા હતા તો પછી એક કોળિયો ભોજન કરીને ભોજન લીધું એમ શા માટે કહેવડાવ્યું ? ભોજન ન કર્યુ હોત તો બે માસનો વિક્રમ સ્થાપિત થાત.
અજ્ઞાની હંમેશા વિક્રમ સ્થાપિત કરવાના દાવ—પેચમાં જ રહે છે. ધર્મને માટે – તપને માટે વિક્રમની કોઈ આવશ્યકતા નથી. વિક્રમથી તો માનનું પોષણ થાય છે. માનનો અભિલાષી વિક્રમ બજાવવાના વ્યૂહના પડયો રહે છે. ધર્માત્માને વિક્રમની શું આવશ્યકતા છે ? મુનિરાજે ભોજન માટે જઈને ઉપવાસ તોડયો નથી; તેનાથી થવાવાળા માનને તોડયું છે. એક માસ પછી ભોજન માટે એટલા માટે ગયા કે તેઓ જાણવા ઈચ્છતા હતા કે જે ઈચ્છાને મારવા માટે એમણે ઉપવાસ કર્યો છે એ મરી કે નહીં, શિથિલ થઈ કે નહી ? નિરંતરાય યથાવિધિ આહાર મળવા છતાં પણ એક કોળિ યો લઈ ને છોડી આવ્યા તેથી માલૂમ પડયું કે ઈચ્છાનો ઘણો ખરો નિરોધ થઈ ગયો છે.
નિર્દોષ એકાન્ત સ્થાનમાં પ્રમાદ–રહિત સૂવા-બેસવાની વૃત્તિ