________________
૯૦
ધર્મનાં દશ લક્ષણ) અભક્ષ્ય-ભક્ષણનો ત્યાગ કર્યો.
જો કે આખુંય વિશ્વ ઈદ્રિયોના ભોગોમાં જ ફસાએલું છે તથાપિ વૈરાગ્યનું વાતાવરણ પામીને ભોગોને તજી દેવાનું એટલું કઠણ નથી જેટલું ઈદ્રિયોના માધ્યમ દ્વારા થતી જ્ઞાનની બરબાદી રોકવાનું કઠણ છે. કેમકે ઈદ્રિયભોગોને તો આખું જગત બૂરા કહે છે, પરંતુ ઈદ્રિયજ્ઞાનને તો ઉપાદેય માની બેઠું છે. જેને ઉપાદેય માન્યું હોય તેને છોડવાનો પ્રશ્ન જ કયાં ઊઠે છે?
અહીં એક પ્રશ્ન સંભવિત છે કે ઈદ્રિયોના માધ્યમ દ્વારા તો જ્ઞાન ઉત્પન્ન થાય છે અને આપ બરબાદ થવાનું કહો છો?
હા, હું એ જ કહું છું અને બરાબર કહું છું, કેમકે જ્ઞાનની ઉત્પત્તિ તો આત્મામાં આત્માથી જ થાય છે. ઈદ્રિયોના માધ્યમ દ્વારા તો તે બાહ્ય પદાર્થોમાં લાગે છે, પર-પદાર્થોમાં લાગે છે. ઈન્દ્રિયોના માધ્યમ દ્વારા પુદ્ગલનું જ જ્ઞાન થાય છે કેમકે એ રૂપ-રસ–ગંધ-સ્પર્શ અને શબ્દની ગ્રાહક છે. આત્માનું હિત આત્માને જાણવામાં છે, તેથી પરમાં લાગેલો, જ્ઞાનનો ક્ષયોપશમ જ્ઞાનની બરબાદી જ છે, આંબાદી નહીં. - અનાદિ કાળથી આત્માએ પરને જાણ્યો, પરંતુ આજ પર્યત સુખી ન થયો. પરંતુ એકવાર પણ જો આત્મા પોતાના આત્માને જાણી લે તો સુખી થયા વિના રહે નહીં.
એ તો ઠીક, પરંતુ એની સાથે સંયમને શું સંબંધ? એ જ કે સંયમનનું નામ જ તો સંયમ છે, ઉપયોગને પર પદાર્થોથી વાળી લઈ પોતાનામાં લીન થવું એ જ સંયમ છે. ધવલ' માં આ પ્રમાણે કહેલું છે અને શરૂઆતમાં જ એ સ્પષ્ટ કરેલું છે.
આ આત્મા–પરને શોધવામાં એટલો મગ્ન છે અને અસંયમી થઈ ગયો છે કે શોધનારો પોતે જ ખોવાઈ ગયો છે. પરશયનો લોભી આ આત્મા સ્વજ્ઞયને ભૂલી જ ગયો છે. બાહ્ય પદાર્થોને જાણવાની વ્યગ્રતા માં અંતરમાં અવલોકવાની ફુરસદ જ એને નથી.
એ એક એવો શેઠ બની ગયો છે જેના ટેબલ પર પાંચ પાંચ ફોન રાખેલા છે. એકની સાથે વાત પૂરી ન થાય ત્યાં તો બીજા ફોનની ઘંટડી રણકી ઊઠે છે. એનાથી પણ વાત પૂરી ન થાય ત્યાં ત્રીજા ફોનની ઘંટડી વાગે છે. આ પ્રમાણે ફોનોની પરંપરા ચાલતી રહે છે. ફોન પાંચ પાંચછે અને એમની