________________
ઉત્તમસત્ય)
છે તે સત્ય જ છે. એને યથાર્થ જાણવાનું અને માનવાનું છે. સાચું—યથાર્થ જાણવું અને માનવું એ જ સત્ય પ્રાપ્ત કરવા રૂપ છે. અને આત્મસત્યને પ્રાપ્ત કરી રાગદ્વેષનો અભાવ કરીને વીતરાગતારૂપ પરિણતિ પ્રાપ્ત થવી એ સત્યધર્મ છે.
૭૫
જો હું પટને પટ કહું તો સત્ય છે, પરંતુ પટને ઘટ કહું તો અસત્ય છે. મારા કહેવાથી પટ, ઘટ તો થઈ જવાનું નથી, તે તો પટ જ રહેશે. વસ્તુમાં અસત્ય કયાં પ્રવેશ્યું છે ? અસત્યનો પ્રવેશ તો વાણીમાં થયો. આ જ પ્રમાણે જો પટને ઘટ જાણે તો જ્ઞાન અસત્ય થયું, વસ્તુ તો નહીં. મે પટને ઘટ જાણ્યો, માન્યો અથવા કહ્લો—એમાં પટનો શું અપરાધ છે ? દોષ તો મારા જ્ઞાન વા વાણીમાં થયો છે. દોષ હંમેશા જ્ઞાન અથવા વાણીમાં જ થાય છે, વસ્તુમાં નહી.
દોષ જયાં થયો હોય ત્યાંથી દૂર કરવો જોઈએ જયાં થયો જ ન હોય ત્યાંથી દૂર કરવાના વ્યર્થ પ્રયત્નથી શું લાભ ? ડાઘ ચહેરા પર છે અને દેખાય છે દર્પણમાં. કોઈ દર્પણને સાફ કરે તો ડાઘ જશે નહીં, પરંતુ દર્પણ સાફ થઈ જવાથી એથીય વિશેષ સ્પષ્ટ દેખાશે. ડાઘ દૂર કરવા માટે ચહેરો ધોવો જોઈએ.
ફોટોગ્રાફરની પાસે જઈ ને લોકો’કહે છે કે મારો સુંદર ફોટો લઈ લો. પરંતુ ભાઈ સાહેબ ! ફોટો તો આપનું જેવું રૂપ હશે તેવો આવશે, સુંદર કયાથી આવશે ? આપને આપનો ફોટો પડાવવો છે કે સુંદર ? આપનો ફોટો લેશે તો સુંદર નહીં હોય અને ફોટો સુંદર હશે તો તે આપનો નહીં હોય, કેમકે જયારે આપનું રૂપ જ સુંદર નહિ હોય તો ફોટો સુંદર કેવી રીતે આવશે ?
વસ્તુતઃ તો જેવું છે તેવાનું નામ જ સુંદર છે, પરંતુ દુનિયા કયાં માને છે ? કોઈને એક આંખ છે અને ફોટામાં બંને આવી જાય તો ફોટો સુંદર બની જશે ? સુંદર ભલે કહેવામા આવે પણ તે વાસ્તવિક નહીં હોય. અમે તો વાસ્તવિકને જ સુંદર કહીએ છીએ.
વસ્તુ જેવી છે તેવી જાણવાનું નામ સત્ય છે; ભલી–બૂરી જાણવાનું નામ સત્ય નથી. વસ્તુમાં ભલા—બૂરાનો ભેદ કરવો એ રાગ–દ્વેષનું કાર્ય છે. જ્ઞાનનું કાર્ય તો વસ્તુ જેવી છે તેવી જાણવાનું છે.
આપણે કોઈ વસ્તુને કયાંક સુરક્ષિત રાખીને ભૂલી જઈએ છીએ અને