Book Title: Dharmbindu
Author(s): Haribhadrasuri, Munichandrasuri, Manilal Nathubhai Doshi, Vajrasenvijay
Publisher: Premji Korshi Shah
View full book text
________________
૨૦
અને પરમહંસ નામના બે ભાણેજ શિષ્ય હતા. તેમણે શ્રી હરિભદ્ર સૂરિ પાસે રહી ન્યાય અલંકાર, તર્ક ષડૂદન વગેરેના સારા અભ્યાસ કર્યાં હતા. તે પછી મૌદન અવલેાકવાની તેમની ઈચ્છા થઈ. કારણ કે આ વખતે અનેક રાજાએએ તે મત અંગીકાર કર્યા હતા અને સ્થળે સ્થળે તે ધમના મઠ તથા વિહારા હતા. પ્રખ્યાત સ્ત્રીના મુસાફર હ્યુએનસીગ આ વખતે હિંદુસ્તાન આવ્યો હતા, તે પોતાની મુસાફરીના વનમાં બુદ્ધ ધર્મની આ વખતની જાહેાજલાલી પણ દર્શાવે છે. દક્ષિણ વગેરેમાં જૈનેાના પણ રાજા હતા અને જૈના પણ પેાતાના ધમ ની મહત્વતા દર્શાવવાને તેટલાજ ઉત્પતિ હતા. આથી એક બીજાના સિદ્ધાંતા જાણવાની ઇચ્છા થાય તે સ્થાભાવિક હતું.
ચિત્રકૂટથી પૂર્વે ક્રાઈ પ્રખ્યાત વિહારમાં જવા માટે તૈયાર થયા. ગુરૂની આજ્ઞા માગી. શ્રી હરિભદ્રસૂરિએ પરિણામ અનિષ્ટ જોઇ તેમને અનુમતી ન આપી. પણ ભાવી પ્રબળ હાવાથી તે બૌદ્ દર્શીન તથા તેમની રહસ્ય વિદ્યાએ શિખવાના ઉત્સાહમાં ગુરૂની આજ્ઞા ઉપર વટ થઈને પણ ગયા.
બૌદ્ધો અને જેના વચ્ચે તે સમયે વિચાર, સહિષ્ણુતા (tolerance)ની ખામી હતી. આથી હંસ તથા પરમહ`સ બૌદ્ધ વિહારમાં બૌદ્ધરૂપે રહ્યા. પેાતે જૈન હાવાનું ઘણા સમય કળાવા ન દીધું. હંસ તથા પરમહંસે ખાનગીમાં એક પત્ર પર જૈન મતની દલીલાના ખંડનનુ પ્રતિખંડન તથા બીજા પત્ર પર સુગતવાદ (બૌદ્ધધર્માં) નાં દૂષણા લખ્યાં હતાં. તે બન્ને પત્ર ભારે પવનથી ઉડી ગયા. તે કાઈ બૌદ્ધ સાધુએ ગુરૂને સોંપી દીધા. આથી ગુરૂના મનમાં શંકા પડી કે આ કાઈ અહુ દુપાસક છે. આ શંકા સાચી છે કે ખેાટી છે, તેના નિય કરવા તેઓએ ગુરૂ પાસે આવવાના માર્ગીમાં દ્વાર આગળ જિન— પ્રતિમા આલેખી, ગુરૂ પાસે આવવાના ખીજો માર્ગ ન હતેા. જ્યારે