Book Title: Dharmbindu
Author(s): Haribhadrasuri, Munichandrasuri, Manilal Nathubhai Doshi, Vajrasenvijay
Publisher: Premji Korshi Shah
View full book text
________________
આપીને સંધની જવાબદારીનું સુકાન સોંપ્યું. ધીરે ધીરે સર્વજ્ઞાન સમ્યગૂજ્ઞાન રૂપે પરિણામ પામ્યું. દેવતાધિષ્ઠિત કેટલાક ઉપનિષદ (રહસ્ય પુસ્તકે) જેમાં આકર્ષણવિદ્યા, સુવર્ણ સિદ્ધ, પરંપૂરપ્રવેશ, નગમન, આદિ પ્રાપ્ત કરવાનાં સાધનોનું વર્ણન હોય તેવાં પુસ્તકે આ સમયે તેઓને પ્રાપ્ત થયાં પણ કાળની હીનતા તથા જીવોની તે ગ્રહણ કરવાની શક્તિની ખામીને કારણે અગ્નિ તથા જળ જેને હાનિ ન પહોંચાડે એવાં વિવિધ ઔષધ નિષ્પન્ન સ્તંભોમાં ભંડાર્યા કહેવાય છે.
અધિકારી થયા વિના પ્રાપ્ત થયેલી લબ્ધિ-સિદ્ધિઓને પ્રાય: દુરુપયોગ થાય છે. લબ્ધિઓ એ આત્માની શક્તિ વિશેષ છે. જે ખરા આત્મજ્ઞાનના અભ્યાસકે છે, તેઓ લબ્ધિઆદિ મેળવવા પ્રયત્ન નહિ કરતાં આત્મજ્ઞાન જેથી પ્રાપ્ત થાય તેવાં સાધનને આશ્રય લે છે. કારણ કે હઠયોગાદિથી પણ કેટલીક હલકા પ્રકારની શક્તિ મળે છે, પણ તેથી જો તે શક્તિઓને બીજાઓને બીજાને ચમત્કાર બતાવવામાં અથવા “હું” પણાની વૃદ્ધિ કરવામાં દેરવાય છે, અને પિતાનું સાધ્યબિંદુ ભૂલી જાય છે, માટે ખરા આત્મજ્ઞાનના અભ્યાસકે લબ્ધિઓ મેળવવાને ખાસ પ્રયત્ન કરતા નથી. તેમને તેમના યોગાભ્યાસમાં તે મળે છે, તે તેને અસ્વીકાર પણ કરતા નથી. પણ તેમનું લક્ષ આત્મતત્વ પ્રાપ્તિ તરફ હેય છે. શ્રી હરિભદ્રસૂરિને પણ કેટલીક શક્તિઓ મળી હતી.
એક પ્રસંગે અત્યંત ક્રોધ વ્યાપી ગયો, ત્યારે “આકર્ષણ વિદ્યાના બળે ૧૪૪૪ બૌદ્ધોને અંતરીક્ષ માગે ખેંચી મારી નાખવા પ્રવૃત્ત થયા હતા. તેમના ગુરુએ તે સમયે તેમને વારવાથી તે કામ બન્યું નહતું. “આકર્ષણ વિદ્યાને આવો દુરુપયોગ થયો એમ ધારી ઉપર જણાવ્યા પ્રમાણે રહસ્ય વિદ્યાઓ છુપાવી દીધી.
એ ક્રોધને પ્રસંગ આ પ્રમાણે હતો. શ્રી હરિભદ્રસૂરિને હંસ