Book Title: Dharmbindu
Author(s): Haribhadrasuri, Munichandrasuri, Manilal Nathubhai Doshi, Vajrasenvijay
Publisher: Premji Korshi Shah
View full book text
________________
પૂ. હરિભદ્રસૂરીશ્વરજી મ. નું જીવન ચિત્તડ નગર. જિતારી રાજાનું રાજ્ય
રાજપુરોહિત હરિભદ્ર. રાજ ન્યાયવાન-અનેક રાજાઓનાં સ્વામી છતાં નમ્ર. જ્યારે રાજપુરોહિત ચૌદ વિદ્યામાં પ્રવિણ પરંતુ જ્ઞાનમદને પાર નહિ. હંમેશ વાદ માટે તૈયાર. શાસ્ત્રાભ્યાસ એટલે વધતો જાય છે કે કથાક પેટ ફૂટી ન જાય તેથી પેટ ઉપર સુવર્ણને પ૪ બાંધીને કરતે. અને જંબુદીપમાં મારી સમાન કોઈ નથી તે જણાવવા જંબુલત્તાને ધારણ કરતો હતો.
આવા જ્ઞાનના મદથી મસ્ત બનેલા આ રાજપુરોહિતે એક નિયમ કરેલો કે “આ દુનિયામાં જેનું વચન સમજી ન શકું તેને શિષ્ય બનું.” અભિમાનથી કલિકાલમાં પિતાને સર્વજ્ઞ માનતો હતો.
અભિમાન એ ઘણુ ગુણોને બાળી નાખનાર ભયંકર અગ્નિ છે પણ કોઈ સારો સુયોગ મળી જાય તે અભિમાની પણ બચી જાય અને તરી જાય તેમ આ રાજપુરેહિત હરિભદ્રને પણ એક સાધ્વીજીને આશ્ચર્યકારી સુગ થયો.
હરિભદ્ર રાજદરબાર તરફ જઈ રહ્યા છે. જતાં જતાં રસ્તા ઉપર એક ઉપાશ્રય આવે છે. તે ઉપાશ્રયની નજીકથી જઈ રહ્યા છે. તેજ વખતે ઉપાશ્રયમાં સર્વ શિષ્યાઓ સહિત સાધ્વીજી શ્રી યાકિની મહત્તર બિરાજમાન હતા અને તેઓ સૂત્રપાઠ કરી રહ્યા હતા તે વખતે જ આ લોક આવ્યા.
चक्कीदुगं हरि पणगं । पणगं चक्कीण केसवो चक्की । केसव चक्की केसव । दुचक्की केसी अ चको अ॥