________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધાર્મિક ગદ્યસંગ્રહ,
મનુષ્યો કરતાં જડ વસ્તુઓ ઉપર જેઓ પ્રાણુ કરતાં પણ અનંત ગણો પ્રેમ ધારતા હોય તેઓ મનુષ્યના આત્માની કિસ્મત ક્યાંથી આંકી શકે? જેઓ જડ વસ્તુઓના પ્રેમી છે તેઓ જડ જેવા છે તેથી તેઓ અન્તનું ચૈિતન્ય જાગ્રત કરી શકતા નથી. જડ વસ્તુઓના સાટે કદી આત્માની પ્રાપ્તિ થતી નથી. જડ વસ્તુઓ કદી ત્રણ ભુવનના બાદશાહ એવા આ ભાને પ્રાપ્ત કરાવવા માટે શકિતમાન થતી નથી. તેથી મહાત્માઓ જડ વસ્તુઓની કલ્પાથલી ઋદ્ધિને હીસાબમાં ગણતા નથી અને તેના ઉપર ભમવ ધારણ કરતા નથી. જડ વસ્તુઓ ખરેખર આમાની ચારે બાજુએ છે પણ તેના ઉપર મમતા વિના આત્માને તેઓનાથી બંધન થતું નથી. મમત્વની કલ્પના ન હોય તે ચારે બાજુએ રહેલા જડ પદાર્થો કંઈ આત્માને દુઃખ ઉપજાવવા સમર્થ થતા નથી. જડ વસ્તુઓમાં લક્ષ્મીની કલ્પના કરીને અજ્ઞાની છત્ર તે તે વસ્તુઓના બંધનથી બંધાય છે અને તે તે વસ્તુઓના ભોગની વાસના ધારણ કરીને તે તે વસ્તુઓ માટે જન્મે છે અને મરે છે પણ અજ્ઞાનથી જરા માત્ર ખરી શાન્તિ થતી નથી. વાસનાઓનું મરણ થતાં આત્માના સુખની પ્રતીતિ થાય છે. જે વસ્તુઓ ન હોવા છતાં પણ ત્યાગી મહાત્માઓ અપરંપાર આનંદ ભગવે છે તે વસ્તુઓના દાસ બનીને પણ શ્રીમત્તે કદિ દુનિયામાં ખરું સુખ મેળવી શકતા નથી. આત્માજ મહાત્મા બને છે, આભાજગી બને છે, આત્માજ શ્રેષ્ઠ બને છે. આત્માજ પ્રિય બને છે, આભાજ સુખી બને છે. આત્મા જ ન્યાય કરે છે, પોતાના આત્માની પેઠે સર્વ આત્માઓને માન અને તેમની ભકિત કરે. સર્વ આત્માઓને આરાધો, તેમના સેવક બને, તેમના મિત્ર બને, તેમને ખરા સુખથી જાગ્રત કરો. પિોતે જાગ્રત થઈને અન્યોને જાગ્રત કરે. આત્માને ગુણો વિરૂદ્ધ જે જે ટીકાઓ નિન્દા વગેરે થાય છે તે આત્માની ટીકાઓ વા નિન્દા નથી માટે તે પોતાના આત્માને ન લગાડા તેમજ અન્યનો આત્માને ન લગાડો. તમારું પિતાનું શુદ્ધ સ્વરૂપ જે છે તે જ તમે છો.
જેના હૃદયમાં પરમાત્માનું ધ્યાન છે એવો સાધુ ખરેખર પિતાની વાણીથી અન્યોને અસર કરી શકે છે. જે સાધુઓ અન્યની સહમાં તણાઈ જાય છે અને ગાડરીયા પ્રવાહ પ્રમાણે ચાલ્યા કરે છે તેના ઉપદેશની અસર બરાબર થઈ શકતી નથી. જે સાધુઓ અન્યની તૃષ્ણ રાખીને પિતાના સદિચારોને લોકાપવાદના ભયથી દાબી રાખે છે તેના ઉપદેશની અસર અને થઈ રાકતી નથી. જે સાધુઓ સાંકડી દષ્ટિ રાખીને અન્યને ઉપ
For Private And Personal Use Only