________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધાર્મિક ગદ્યસંગ્રહ.
૫૫
ત્યારથી સમજવું કે હવે આત્મા ઉત્ક્રાન્તિ માર્ગમાં સંચરેલો કૂટાતે, પીટા, અથડાતો, અને ઠાકરે ખાતો પોતાના શુદ્ધ ધર્મના આવિર્ભાવને પ્રાપ્ત - કરવાને એમ નિશ્ચયથી અવબોધવું. પોતાની શુદ્ધતા અવધી અને અશુદ્ધતાથી ભય પામવાનું થયું ત્યારથી સમજવું કે હવે આત્માની વેળા જાગી, પિતાના આત્માને વિવેક દષ્ટિથી ભગવાન તરીકે ઓળખીને ભગવાન શબ્દથી સંબોધ્યો એટલે સમજવું કે પોતાનું ભગવાનપણું પ્રગટ કરવાને માર્ગ ખુલ્લે થયો. પિતાની સિદ્ધતા, બુદ્ધતા, અને પરમાત્મતા અવબોધ્યા બાદ આવા પ્રકારના ઉદ્દગારે નીકળે છે અને પોતાના આત્માને કહેવાય છે કે હે ભગવન તું પિતાને શુદ્ધ સ્વરૂપને પ્રકાશ. પિતાના આત્માને માટે જેને આવું માન પ્રગટયું અર્થાત્ ઉત્તમ સંસ્કાર પ્રેમ ભક્તિ ઉત્પન્ન થઈ તે આભા ખરેખર પિતાના હાથમાં મુકિતને ધારણ કરનાર થયે એમ અવબોધવું. ઉપર્યુક્ત વિવેકને પ્રકાશ ખરેખર આત્મજ્ઞાનીને પ્રાપ્ત થાય છે.
शुद्धविवेकयी आत्मानुं भान.
साक्षिणः सुखरूपस्य सुषुप्तौ निरहंकृतेः यथा भानं तथा शुद्ध-विवेके तदतिस्फुटम् ॥७८॥
(અધ્યાત્મસારે ગાત્માનવાધિકાર) ભાવાર્થ–સુષુપ્તિમાં સાક્ષી નિરહંકારી એવા સુખરૂપ આત્માનું જેમ ભાન થાય છે તેમ શુદ્ધ વિવેક પ્રગટ થયે છતે આત્માનું અતિ ફ્રુટ ભાન થાય છે. ઘોર નિદ્રામાં પાંચ ઈન્દ્રિયો અને મનને વ્યાપાર કથંચિત્ શાન્ત થવાથી બાહ્ય દુઃખને અભાવ માલુમ પડે છે અને તે વખતે હું અમુક છું, આ તું છે, આ હું છું, એ મારૂં, આ તારૂં, અમુક નામ રૂપ વાળે હું એવું ભાન હોતું નથી. અહંકાર વિના સાક્ષીરૂ૫ અને સુખરૂપ આત્માનું ભાન થાય છે. નિદ્રામાંથી જાગ્રત થતાં કહેવું પડે છે કે હાશ ખૂબ સુખ થયું. દુનિયા કઈ તરફ હતી તે હું જાણતો નહે. સુખનું ભાન જાગ્રત થતાં થાય છે અને તેને સાક્ષીભૂત પિતાને આત્મા હોય છે, સુષુપ્તિ અવસ્થા કરતાં શુદ્ધ વિવેક પ્રાપ્ત થયે છતે તો પિતાનું ભાન પિતાને રહે છે અને આનંદમાં વિલસતો એવા પિતાને આમાં સાક્ષાત અનુભવાય છે. આત્મજ્ઞાનથી શુદ્ધ વિવેક પ્રગટે છે અને શુદ્ધ વિવેક પ્રગટ
For Private And Personal Use Only