________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધામક ગદ્યસંગ્રહ,
જ્ઞાનીઓના વચનથી બ્રહ્માનન્દ અનુભવાય છે. એવું શ્રીમદ્દ ઉપાધ્યાયનું વચન અમને અનુભવમાં આવે છે. .
योगीए केवी रीते वर्तवू ? निश्चित्यागमतत्त्वं तस्मादुत्सृज्य लोकसंज्ञांच । શ્રદ્ધા વિલાસ તિર્થ યોનિના નિત્ય રે રે ?
(ગણ્યાત્મસાર મમવાર) આગમ તત્વને નિશ્ચય કરીને અને તે નિશ્ચયથી લોકસંજ્ઞાને ત્યાગ કરીને યોગીએ શ્રદ્ધા વિવેક વિવેકસાર પૂર્વક નિત્ય યત્ન કરવો જોઈએ. આગમ તત્ત્વનો નિશ્ચય પ્રાપ્ત થયા વિના લોકસંજ્ઞાને ત્યાગ થતો નથી. લેક મને શું કહેશે ? લોકોમાં હું સારો નહિ ગણાઉં, કે મારા વિરૂદ્ધ બેલશે, લોકો જેમ સારો કહે તેમ ચાલવું જોઈએ, લોકની રીતિએ ગાડરીયા પ્રવાહ પ્રમાણે ચાલવું જોઇએ ઇત્યાદિ લોકસંજ્ઞાનો પરિહાર કરીને અને આત્માને આગળ કરીને ચાલવું તે આમતત્વનો નિશ્ચય કર્યા વિના બની શકે તેમ નથી, માટે યોગીએ આગમનું અધ્યયન કરીને તેનું તરવું રહસ્ય અવબોધવું અને તેને આત્મસાક્ષીએ દઢ નિશ્ચય કરવો જોઈએ. શ્રદ્ધા અને વિવેકસારને પ્રાપ્ત કરી આત્માના ગુણોની ઉત્કાતિ અર્થે આત્મ ગુણોમાં રમણુતા કરવી જોઈએ. લોક વ્યવહારનો ત્યાગ કરીને પિતાના આત્માની ઉન્નતિ થાય એવા ધ્યાનાદિક અવલંબનવડે પ્રવર્તવું જોઈએ. ભય-શોક–ખેદ-મમત્વ અને અહંવૃત્તિને સ્વપ્ન ખ્યાલ ન આવે એવી રીતે વર્તીને બ્રહ્માનંદમાં મગ્ન થવું જોઈએ. આત્મજ્ઞાની યોગી આ પ્રમાણે વર્તતો છતે આત્મજ્ઞાન ધ્યાન સમાધિમાં લીન થઈને અવધૂત દશાને પામે છે. લોકિક શાસ્ત્રોમાં અવધૂતનું નીચે પ્રમાણે લક્ષણ દર્શાવ્યું છે.
योविलक्याश्रमान् वर्णान् , आत्मन्येव स्थितः पुमान् । अतिवर्णाश्रमी योगी, अवधूतः स उच्यते ॥१॥
(માધાનરને). જે સર્વ આશ્રમ અને સર્વ વર્ગોનું ઉલ્લંધન કરીને આત્મામાં સ્થિતિ કરે છે તે અતિવર્ણાશ્રમી યોગી અવધૂત કહેવાય છે. આશ્રમે અને
For Private And Personal Use Only