________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧ જ છે.
જૈન ધર્મ સાહિત્ય.
-
~--
વિધાને પણ દૂર રહેવા લાગ્યા છે અને તેઓ મંડળીઓ સ્થાપી દારૂ માંસને પ્રચાર દૂર કરવા પ્રયત્ન કરે છે. દયાનંદ સરસ્વતિએ આર્યસમાજની સ્થાપના કરી છે તે દયાનન્દ સ્વામીને મુખ્ય ઉદ્દેશ એ હતો કે દારૂ અને માંસના વેદમાંથી પાઠે દૂર કરીને વા અર્થ ફેરવીને વેદ ધર્મનો પ્રચાર કરવો. જો કે તે ઉદેશ કેટલેક અંશે સિદ્ધ થયો છે તે પણ આર્ય સમાજમાં માંસ વાપરવાના વિચારવાળા કેટલાક ઉત્પન્ન થયા છે અને દારૂ માંસની ગરબડ થવા લાગી છે. પચાસ વર્ષ લગભગથી ઉત્પન્ન થએલ આર્ય સમાજમાં પણ આવી ગરબડ થઈ છે, પણ શ્રી મહાવીર પ્રભુના જૈનશાસનમાં હજી સુધી ગોટાળો થવા લાગ્યું નથી. જેનાચાર્યો અને સાધુઓના ઉપદેશના પ્રતાપે ગુજરાત, કાઠીયાવાડ, માળવા, મારવાડ, મેવાડ, વગેરેમાં અન્ય દેશ જેટલે માંસને પ્રચાર વધી પડયો નથી. જૈન સાધુઓના ઉપદેશની આ બાબતમાં ઘણું અસર થાય છે. જેનાં હૃદય દયામય બની ગયાં છે એવા શ્રી મહાવીર પ્રભુના સાધુઓએ આજ સુધી દારૂ માંસને ઘણો નિષેધ કર્યો છે. જૈન સાધુઓ લાખો કરોડોની સંખ્યામાં વધ્યા જાય તે દારૂ, માંસ, હિંસા વગેરેને પ્રચાર અટકી જાય. ગુજરાતમાં અદ્યાપિપર્યત જૈનેના જોરથી દારૂ, માંસના નિષેધ સંબંધી ઘણો સારો પ્રયત્ન થયો છે. શ્રી મહાવીર પ્રભુને ઉત્તમ ઉપદેશ ફેલાવનારા ચતુર્વિધ સંઘની ઉન્નતિ થાઓ !!!
જેન કામ જ્યારે જ્ઞાનના પ્રદેશમાં વિહાર કરશે ત્યારે પિતાની મેળે ઉદયના હેતુઓનું અવલંબન કરશે. જૈન કોમને જાગ્યા બાદ ઘણું કાર્ય કરવાનું છે. પોતાની શી મહત્તા છે તે ખરેખરી તે જ્ઞાનદષ્ટિથી અવબોધાયા છે. અનેક અપેક્ષાઓએ જેનધર્મની સત્યતા અવધીને અન્યોને જણવવાની શક્તિ પ્રાપ્ત કરાવવા જેવી કેળવણીના ઉપાયને ઉત્તમ રીતે તે અદ્યાપિ પર્યત યોજવામાં આવ્યા નથી.
એક વખત મારી પાસે ઘણું શ્રાવકા આવ્યા અને તે જૈનધર્મના ઉદય સંબંધી વિચાર કરવા લાગ્યા. એક શ્રાવક કહેવા લાગ્યો કે સંવત ૨૦૦૦ ની સાલમાં જેનો ઉદય કરે એવા ઉત્તમ પુરૂષે પ્રકટશે. એક શ્રાવક કહેવા લાગ્યા કે સિદ્ધાચલ પર્વત પર આદીશ્વર ભગવાનની મૂર્તિ પર જ્યારથી વિજળી પડી છે ત્યારથી જેનોની પડતી આવી પડી છે. જેનામાં મેટા મોટા આચાર્યો, કરાડાધિપતિ શેઠીયાઓ, પ્રધાનો, સત્તાધિ
For Private And Personal Use Only