________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૮૬૮ ની સાલના વિચારે.
૫૫૭
શરીરમાં રહેલા એવા મારા આત્મામાં સત્તાઓ અનન્ત શકિત છે. મારી શક્તિમાં ભારે વિશ્વાસ છે. દેહરૂપ માં મમત્વથી બંધાઈને સ્વ શકિતને હાનિ પહોંચાડી શકું એવો હું નથી. દુનિયાના બાહ્યરૂપથી પિતાનું રૂપ ન્યારું છે. એવો દઢ નિશ્ચય હેવાથી બાહ્ય દુનિયાની ઓઘ સંજ્ઞામાં હું કંઈ લક્ષ આપતા નથી. મહારૂં શુદ્ધસ્વરૂપ લક્ષમાં રાખીને ભારે વ્યવહારથી દુનિયા સાથે વર્તવાનું છે. પણ ઘેર નિદ્રાની પિડે દુનિયાની અસર મારા ઉપર ન થાય એજ મારૂં આતરિક વર્તન છે. શુદ્ધ પગની મારી દ્રષ્ટિથી હું પિતાને જેવી રીતે અવધી શકું અને દેખી શકું તેવી રીતે દુનિયા મને ન દેખે તેથી મારામાં વિકૃતિ ન થાય એજ હારૂં શુદ્ધ વર્તન છે. અને એજ સાધ્ય લક્ષ સ્વરૂપ છે. દુનિયાના શુભાશુભવ્યવહારમાં બંધાઈ ન જતાં શુદ્ધધર્મના ઉપયોગ વડે સ્વતંત્ર રહેવું એજ મારું અર્થાત્ આત્માનું સત્ય સ્વાતંત્ર્ય છે. શુદ્ધ ધર્મમય હું છું. મારા ત્રણ ગીનું પ્રાસંગિક વર્તન જે જે થાય તેને હું સાક્ષીરૂપે દષ્ટા છું અને તે ચોગોની પ્રવૃત્તિથી દુનિયા જે જે અભિપ્રાય બાંધે તેમાં રતિ અને અરતિમાં પરિણામ પામ્યા વિના તેને દેખું એ હું છું. આ હુ આત્મભાવનાને વર્તનમાં મૂકવા ઉપયોગ ધારણ કરું છું.
દાનની અપેક્ષાએ દાન મહાન છે. શીયલની અપેક્ષાએ શીયલ મહાન છે. તપની અપેક્ષાએ તપ મહાન છે અને ભાવની અપેક્ષાએ ભાવ મહાન છે. ક્રિયાના સ્થાનમાં ક્રિયા મહાન છે અને જ્ઞાનના સ્થાનમાં જ્ઞાન મહાન છે. દાન શીયલ આદિ એકેક ધર્મપર્યાય ગ્રાહિણી જ્ઞાનાપેક્ષાને નય કથે છે. સં. પૂર્ણ ધમ વસ્તુના એકેક ધમ પર્યાય ગ્રહનારી વાણીને નય કહે છે. અન્ય સાપેક્ષ નયને સુનય કહે છે. દાનાદિક ધર્મો અન્ય સાપેક્ષતાએ મુક્તિપ્રદ થાય છે. નોની અપેક્ષાને ધ્યાનમાં રાખીને સાપેક્ષદષ્ટિથી મુક્તિના અસંખ્ય યોગેમાં એકેક યુગને આરાધનાર એકેક યોગે અનન્ત છે મુક્તિ ગયા છે. કચ્યું છે કે,
जोगे जोगे जिणसासणम्मि, दुरकरकया पउजन्ते ... इकिकम्मि अणंता वहन्ता केवली जाया ॥ १ ॥
(ધમરન-રત્નપાલચરિત)
For Private And Personal Use Only