________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સપદેશ.
માણસાથી લે–વિત્ર શ્રી ઈષ્ટપરમાત્મસ્મરણ દ્વારા થયેલી સમાધિથી પર શાંતિ પ્રવર્તે. અનાદિકાળથી કમેવલિથી વીંટાયેલો આત્મા અશુદ્ધપરિણતિ ધારણ કરી પરને પિતાનું માની કામ, ક્રોધ, લોભ, મેહ, મત્સરાદિથી પુનઃ પુનઃ રાતે તાતે માતે થતો સ્વશાન્તિને ત્યાગ કરી આધિવ્યાધિઓથી દુઃખદ્વારા પિતાને કાળ નિર્ગમન કરે છે એમ જણાય છે. હું ઉપાધિમાં વર્તુ છુ એમ જાણવા છતાં યથાયોગ્ય ધર્મસાધન કરવામાં ત્રિકરણગની એકાગ્રતાએ પ્રયત્ન કરતો નથી, અને પ્રમાદશામાં હસતે ખાતા, પીતો, વાતો કરતો, અનુપયોગ વર્તતે સ્વકાલ ગુમાવે છે, તે શું આત્માને ઘટી શકે? આત્મિક અનંતસુખને ત્યાગ કરી જલચંદ્રબ્રાન્તિવત પરને પિતાનું માની તેની આશાએ અનેક પ્રકારે પ્રયત્ન કરી નવનવાં કર્મ ઉપાર્જન કરે છે. અહે આ આત્મા ક્ષણક્ષણ વિચિત્ર પદાર્થોનું ચિંતવન મનથકી કરે છે, તેમ છતાં આત્માને તેથી તૃપ્તિ થતી નથી, ખસને ખણવાથી જેમ વિશેષ વ્યાધિ થાય છે તેમ સંસારિક વિષયોને સંબંધ પણ આત્માને ઉપાધિમાં યોજે છે. આત્માની અવળી દશા કર્મ થકી થઈ છે. જેમ દારૂથી આત્મા સ્વભાન ભુલે છે, તેમ કર્મરૂપ દારૂથી આત્મા સ્વભાન ભૂલી અન્યથા રીત્યા સંસારને સારા માની હર્ષશેકાદિનું આવરણ કરે છે.
કર્મબંધના હેતુઓને જ્ઞાનવ જાણું તેને સંબંધ સ્વતઃ નાશ પામે તેમ વર્તવું. હું કેવી નથી, હું લોભી નથી, હું પુરૂષ નથી, હું સ્ત્રી નથી, હું નપુંસક નથી, હું શેકવાન નથી, હું રેગી નથી, હું ઉપાધિયુકત નથી, હું રાગી નથી, હું હૅપી નથી, હું રૂપી નથી ઈત્યાદિ વાની ભાવના કરવાથી આત્મા સ્વતઃ નિમલ આનંદમય થશે. હું દુઃખી નથી, હું શરીરી નથી, હું સગાંવહાલાંથી જુદો છું. સા મારાથી જુદું છે. જુદાને પણ હું જાણું છું ને જુદો પણ હું છું. ઈત્યાદિ મહા વાકયો પુનઃપુનઃ સ્મરણ કરવાથી અલૌકિક અધ્યાત્મજ્ઞાન સ્કુરે છે.
હું ચાલું છું, હું બોલું છું, હું ઉત્તમ જાતિવાળો છું. ઇત્યાદિ વ્યવહારથી કહેવાય છે. નિશ્ચયથી તે ચાલનાર, બોલનાર, ઉનીય જાતિયુક્ત આત્મા નથી. પુદ્ગલદ્રવ્યના સંબંધથી આત્મા પુદગલદ્રવ્યમાં અહં પ્રત્યય ધારણ કરે છે તેથી પરપાધિથી હર્ષશોક આત્મા ધારણ કરે છે આત્મ શાંતિ એક અત્યુત્તમ ગુણ છે તે વિરલા મનુષ્યોને પ્રાપ્ત થાય છે. જો કે કર્મની વિચિત્રતાએ જ્ઞાનને ક્ષાપશમ અલ્પ બહુત્વાદિ ભેદે કરી જુદા જુદા માં
For Private And Personal Use Only