Book Title: Dharmaik Gadya Sangraha Tatha Patrasadupadesh
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 940
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પત્ર સદુપદેશ. (૨૩ થવાથી તે જે જે કરે છે તે સર્વ સવળું પરિણમે છે. ધનાદિક જડ વસ્તુઓ કરતાં આત્માની કિસ્મત જેને અનન્ત ગુણ વિશેષ ભાસતી નથી તે સભ્યત્વને અધિકારી શી રીતે થઈ શકે વારૂ? સમ્યત્વ પામ્યાવિના આત્માના ઉપર રંગ ચાંટ નથી. સ્યાદાદન આત્મા ઓળખ એ કંઈ સહેજ વાત નથી. આરપિતધર્મમાં જેની વાસ્તવિકધર્મબુદ્ધિ થાય છે એવા અજ્ઞાનીઓ ઉપાદાન ધમને સેવી શકતા નથી. આ કાલમાં ધર્મને ખરેખરે રંગ લાગવો એ જાણ્યા કરતા કંઈક અનન્તગુણાધિક વિશેષ કાર્ય છે. સાધ્યની સાપેક્ષા વિનાનો વ્યવહાર તે સાંસરિક ફલ પ્રદ છે. જ્યારે ધર્મના ઉપદેશ સંબંધી વિચાર કરીએ છીએ ત્યારે જણાય છે કે ધર્મનું ખરેખરૂં સ્વરૂપ સમજવા માટે એગ્ય શ્રેતાઓની ખોટ માલુમ પડે છે. ગાડરીયા પ્રવાહની પતિએ લેકે ધર્મ સાંભળે છે. ઉખર ભૂમિમાં પડેલી વર્ષોની પેઠે પ્રાયઃ ધર્મના ઉપદેશની પ્રવૃત્તિ થાય છે. દ્રવ્યાનુયોગ અધ્યાત્મ જ્ઞાનનો ઉપદેશ ગ્રહણ કરવાને બેતાનીકળી શકે વિરલા તા મળે તેમ છે. જનધર્મપૂજા પ્રતિક્રમણ, તપ, જપાદિ ક્રિયા કરનારાઓ પૈકી આત્માનું શું સ્વરૂપ છે તે સમજનારા પ્રાયઃ કોઈ વિરલા દેખાય છે, છતાં પણ વ્યવહારાધિકાર પ્રમાણે ફજ અદા કરીને ઉપદેશપ્રવૃત્તિ કરાય છે. હાલ પગે વા આવ્યો છે અને કેડે વા આવ્યો છે. ગમનાગમનમાં હજી અડચણ પડતી નથી. દવા ચાલે છે. જેવું પ્રારબ્ધ બાંધ્યું હોય છે તેવું ભોગવ્યાવિના છૂટકો નથી. દીનતાએ ભગવ્યા કરતાં સમભાવે શરતા લાવી ભોગવવામાં રૂચિ, પ્રવૃત્તિ રહે છે. માણસાનું ચોમાસું પૂર્ણ થવા આવશે. સૂપડાંગસૂત્ર વ્યાખ્યાનમાં પૂર્ણ થશે. નવપદપ્રકરણવૃત્તિની વ્યાખ્યાનમાં બે પદ પૂર્ણ થયાં છે. ભાવ લાવીને વ્યાખ્યાન કરાય છે પરંતુ બાળજી તેમની બુદ્ધિના અનુસાર ગ્રહણ કરે છે. દરેક ઠેકાણે વ્યાખ્યાનનું મહત્વ અને તેને સાર ખેંચનારા વિરલ કેઈક મનુષ્યો હોય છે. બાકી ગાડરીઓ પ્રવાહ સર્વત્ર વર્તે છે. જૈનવાણીયાઓને ઉપદેશની અસર થતી હોય અને તે કાયમ રહેતી હોય એમ વિચારતાં, અવલોકતાં મોટા ભાગે સમજાતું નથી. છતાં વ્યવહારફfથી ઉપદેશપ્રવૃત્તિ તે સેવવી પડે છે. ધર્મરૂચિ, જ્ઞાનરૂચિ, ઉપદેશરુચિ, સાધુસેવારૂચિવાળા પ્રાયઃ વિરલ દેખાય છે, એમાં શોક કરવાની જરૂર નથી. આગમના અનુસાર વસ્તુતત્વ વિચારતાં જીવની પરિ. તિ અને પ્રકારની દેખાય છે તેથી ઉલટી સમકિતભાવની પુષ્ટિ થાય છે. આત્માના અધ્યવસાયની ઉજજવલતા થાય અને આત્મા સ્વસ્વભાવમાં રમતા કરે એવા જાગતા સહુરૂષોની સંગતિ મળવી દુર્લભ છે. નિષ્કામત્તિએ ધર્મકર્મને સેવવાની પ્રવૃત્તિ થવી એ દુર્લભ છે. અધ્યાત્મજ્ઞાનપૂર્વક For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 938 939 940 941 942 943 944 945 946 947 948 949 950 951 952 953 954 955 956 957 958 959 960 961 962 963 964 965 966 967 968 969 970 971 972 973 974 975 976 977 978