________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્ર દુપદેશ.
૨૭
| મુ. પાદરા મધ્યે શા. મોહનલાલ હીમચંદભાઇ.વિ.હાલ ગ્યધર્મલાભ. ધર્મજ્ઞાન સ્વાધ્યાય યથાશક્તિ પ્રવૃર્તે છે, ધર્મપુસ્તકનું અવલેકન થાય છે. વધુ સામો (વસ્તુ સ્વભાવઃ ધર્મ) એ સૂત્રથી આત્માને વાસ્તવિસ્વભાવ તેજ આત્માને ધર્મ છે એ ધર્મને અનુભવ કરવાને જડ અને ચેતનદ્રવ્યની વહેચણ કરીને સ્વધર્મમાં રાગદ્વેષની પરિણતિના અભાવે રમણતા કરવી જોઈએ. આત્માને સ્વભાવ ખરેખર આત્મરૂપે સ્થિત થયાવિના અનુભવાતો નથી અને તે વિના ખરે ભાવ પ્રગટતું નથી. આત્માને આત્મરૂપ બનીને અનુભવવો જોઈએ. રાગદ્વેષાત્મક મનના ધર્મમાં રહીને શુદ્ધાનન્દરૂ૫ આત્માનો અનુભવ કરી શકાતું નથી. આત્મરૂપ બનીને આત્મા વા પરમાત્માની રમણુતા રૂ૫ અનુભવ કરવામાં આવે છે તે ચારિત્ર કેટીને અનુભવ કહેવાય છે. આવી આત્મદશા કર્યા વિના હવૃત્તિથી ભરી શકાતું નથી અને આત્મભાવે સજીવન થઈ અમર થઈ શકાતું નથી. આવી આમસ્વભાવધર્મદશા માટે તેના યોગ્ય જ્ઞાનસંસ્કાર અને ચારિત્રસંસ્કારને હૃદયમાં પાડવા જોઈએ, અને તેને સતત યત્ન કરે જોઈએ. કારણ કે તેવી દશાવિના કમરૂ૫ શત્રુના ભારે ઉછાળા વખતે સ્વતંત્ર રહી શકાતું નથી. જ્યારે કર્મને ઉછાળે મન્દ હોય તે વખતે આત્મધર્મમાં રમણતા કરવાને ખરે સમય છે અને તેવો સમય પિતાના અનુભવથી જાણી શકાય તે હવૃત્તિથી સર્વથા છૂટવાને આરે આવે છે. આત્મા પિતાની સ્વતંત્રતા પ્રાપ્ત કરે તેજ તેની નગદ કમાણું છે તેમાં ઉપયોગ પુનઃ પુનઃ દેવો જોઈએ. તા. ૪-૧-૧૪.
મુ. પાદરા મધ્યે વકીલજી શા. મેહનલાલ હિમચંદભાઈ. તમે ત્યાં ગમન કરી બાહ્યનિવૃત્તિ સાધશો એમ ઈચ્છું છું, સ્થાવર તીર્થની યાત્રાવડે આત્મતીર્થની યાત્રામાં પ્રવૃત્ત થઈ શકાય અને અધ્યાત્મજ્ઞાનને આત્મામાં પરિણાવીને શુદ્ધપગે સહજાનન્દ સ્વાદી શકાય એવી રીતે આત્મબલ ફેરવવાની જરૂર છે. આનન્દરસના ઉભરાઓથી આત્મા ઉભરાઈ જાય અને શારીરિકભાવનું જ્યાં વેદન ન થાય એવું શુદ્ધાત્મસ્વરૂપ અનુભવાય એવું એકાંત સ્થળમાં સાધન સાધવું જોઈએ. સ્થિર એવા ગિરિથી ભાવગિરિની સ્થિરતા અવલંબાય એજ લક્ષ્યમાં રાખવા યોગ્ય છે. આબુજી જેવા સ્થળો
For Private And Personal Use Only