Book Title: Dharmaik Gadya Sangraha Tatha Patrasadupadesh
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 962
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પત્ર સદુપદેશ. ૦૪૫ mnVuMWren क्षमापना पत्रम्. (લેખક-બુદ્ધિસાગર.) ધમબંધુ ધર્મલાભ. વિશેષ ક્ષમાપનાની એ વિધિએ સદાકાળ ક્ષમાપના હ, ક્ષમાપના એ હૃદયની અશુદ્ધતાનું પ્રક્ષાલન કરવા સ્વચ્છવારિ સમાન છે. ક્ષમાપનાથી ક્ષમાને પવિત્ર આશય પ્રગટ થાય છે. ક્ષમાપના એ સકળ પાપ દેવાને દિવ્ય ઉપાય છે. ધર્મબંધ ! ! ક્ષમાપનાને કરતા એવા ઘણું ભવ્યાત્માઓ સિદ્ધબુદ્ધ મુક્ત થયા. ક્ષમાપના એ દિવ્યષધિ છે. આત્માના ઉંડા જ્ઞાનપ્રદેશમાં ઉભેલા મહાત્માઓ ક્ષમાપનાનું વસ્તુતઃ વાસ્તવિક સ્વરૂપ અવબોધી શકે છે. ક્ષમાપનાના માર્ગપ્રતિ ગમન કર્યા વિના શિવપુરની પ્રાપ્તિ થતી નથી. ક્ષમાપના એ મોક્ષનું બારણું છે. અનેક જીવો સાથે અનન્તભવપરિભ્રમણ કરતાં જે જે ક્રોધાદિક સંબધે જે જે કર્મ ગ્રહણ કર્યા હોય તેને સંબંધ છેદવાને ક્ષમાપનાનું શરણું અંગીકાર કરવું જોઈએ. અન્તરમાં ઉડે પશ્ચાત્તાપ થયાથી કર્મના કઠિનપત્થરે માખણની પેઠે ઓગળી જાય છે. આપણે આંખે દોષ કરનારા, અપરાધ કરનારા અશુભ કરનારા, અનેક જીવેની શરીરાકૃતિઓ દેખાય છે તે પ્રતિ ઉદારદિલથી માફી આપ્યાથી આપણામાં ત્યાગ, ક્ષમા અને ઉદારપણને ગુણ પ્રગટે છે. જેણે પોતાની સાથે પ્રતિકુલ સંબંધ રાખ્યો હોય, અને પિતાની દૃષ્ટિથી પિતાને પ્રતિકુલ જણાયા બાદ તેની સાથે અપ્રીતિ-દ્વેષ ખેદ આદિ થતા હોય તેવી વ્યકિત ઉપર પણ તેવી અપ્રીતિ ખેદ ઉત્પન્ન ન થાય અને તેના ગુન્હા માટે તે વ્યકિતને પણ હૃદયથી ઉદારભાવે માફી આપવામાં આવે અને શુદ્ધપ્રેમ યાને મૈત્રીભાવથી વર્તવામાં આવે ત્યારે ક્ષમાપનાના દ્વાર આગળ જવાને અધિકાર પ્રાપ્ત થાય છે. ધર્મબંધે ! આપણી મનોવૃત્તિથી વિરૂદ્ધવર્તનવાળાઓ ઉપર પ્રાયઃ ઠેષ ઉત્પન્ન થાય છે અને વિરને બદલે વૈર તરીકે સેવા આપણું મન ઉશ્કેરાય છે અને તેથી અનેક ઉપાયે પ્રતિકૂલ. વ્યકિતનું અશુભ કરવા પ્રવૃત્તિ થાય છે. આવા પ્રસંગે વૈરને બદલે કરૂણુ અને મૈત્રીભાવનાથી વાળીને ક્ષમાપનાના ઉંડા પ્રદેશમાં ઉતરવાની જરૂર પડે છે. કોઈ પણ વ્યકિતએ આપણું ઉપર વૈર ધાર્યું હોય અને તે આપણું જાણવામાં હોય તે આપણે અંતઃકરણથી તેની ક્ષમાપના ઈચ્છવી એવો વીતરાગને ઉપદેશ છે. સર્વ મનુષ્યજાત નિર્દોષ જ હોય એવી ક્યાંથી આશા રાખી શકાય ! ! ! મેટા મોટા મુનિવરે પણ કર્મના ઉદયે આગળના પગથીયાથી પાછળ પડે છે તે 119 For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 960 961 962 963 964 965 966 967 968 969 970 971 972 973 974 975 976 977 978