________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્ર સદુપદેશ.
૮૭૭
આવી દશાની પ્રાય: અંશે અંશે પ્રાપ્તિ પ્રયાસ વડે કરતાં સંપૂર્ણપણે પ્રગટવાની એ કોઈ પણ વખતે ખાત્રી હવે કરી શકાય.
( તા. ૧૬-૧૦-૧૯૧૦ )
સુરતથી લે–વિત્ર તમારી પત્ર નથી. ધર્મધ્યાન સારી રીતે યથાશક્તિ થતું હશે. હાલ તે અત્ર નિરૂપાધિ દશામાં કિંચિત્ આનંદ વર્તે છે. ચોમાસા બાદ વિહાર થશે, પણ હાલ નિશ્ચય નથી. અવસરે બની રહેશે. જે જે અંશે રે નિરૂપાધિપણું-તે તે અંગેરે ધર્મ,
સમ્યગ્દષ્ટિ રે ગુણઠાણથકી–જાવલહે શિવશર્મ......૧ એ વાક્યને અર્થ જેમ જેમ વિચારમાં આવે છે, તેમ તેમ દેખાતા ભાવી સગોની નિવૃત્તિ અર્થે વિચાર થયા કરે છે. ભાવીનું ધાર્યું ગમે તેમ બને પણ પુરૂષાર્થ કરવો જોઈએ. યોગની ચંચલતા નિવારીને સ્થિરતા કરવી જોઈએ. સ્થિરતાના રોગમાં નિર્વિકલ્પદશા પમાય છે, અને તેમાં આનન્દની ઝાંખી અનુભવાય છે. ગમે તેમ છે પણ સાધ્યદૃષ્ટિ તે અન્તસ્માં રાખી પ્રવૃત્તિ કરવી જોઈએ. જ્યારે ત્યારે પણ તેથી સદાની શાંતિ મળશે.
રૂ શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ
અગાસીથી લે. અત્ર હાલતે ચારિત્રજીવનમાં યથાશક્તિ કાળ નિર્વ હન થાય છે. નિવૃત્તિમાર્ગને પ્રવૃત્તિમાર્ગની સાંકળ સાથે જોડવાનું કારણ તે તે વ્યવહારધર્મની સ્થિતિ રાખવા માટે સમજાય છે. આ ભવ ધર્મજ્ઞાનની શૂન્યતાનાયોગે અપેક્ષા સમજ્યાવિના જ્યાં ત્યાં દુરાગ્રહ છવાતે હોય તેમાં અજ્ઞાનને દોષ સમજવો. ઉપાધિ છતાં નિરૂપાધિમય જીવન ગાળવું એ આત્મજ્ઞાનનું બળ પ્રાપ્ત થયા વિના સંભવી શકતું નથી. આ કાળમાં ગીતાર્થજ્ઞાનીના સમાગમ વિના કરવાનું એક કામ નથી. શાસનમાં જ્યાં સુધી અજ્ઞાનીની મુખ્યતાની ધુંસરી છે, ત્યાં સુધી જૈનધર્મનું વહાણ
For Private And Personal Use Only