________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૯૭૦ ની સાલના વિચારે.
૬૮૮
મનુષ્યને જૈનધર્મને લાભ આપવા માટે સર્વ દેશમાં સર્વ જાતના મનુગેની આગળ જૈનધર્મના સદુપદેશને રજુ કરવા જોઈએ અને કીડીને કણ. હાથીને મણ એ ન્યાય પ્રમાણે જૈનધર્મમાંથી કીડી જેટલી શક્તિવાળા અલ્પધર્મ અંગીકાર કરી શકે છે, અને વિશેષ શક્તિવાળા જેનધર્મ અવબોધીને વિશેષ ધર્મ ગ્રહી શકે છે. જનધર્મ સર્વમનુષ્યોને પોતપોતાની શક્તિ પ્રમાણે ધૃતધર્મ અને ચારિત્ર્યધર્મ ગ્રહણસબંધી ઉપદેશ કરે છે. વ્યક્તિ સ્વાતંત્ર, બુદ્ધિસ્વાતંત્ર્ય, આચારસ્વાતંત્ર્ય, સંધસ્વાતંત્ર્ય, અભિપ્રાય સ્વાતંત્ર્ય વગેરે નાના પ્રકારના સ્વાતંત્ર્યની જે જે અંશે આવશ્યક્તા જે જે નયદષ્ટિએ ઘટે છે, તેને સ્વીકાર પ્રચાર કરાવનાર જૈનધર્મ છે. અત એવા વ્યકિત આદિ સ્વાતંત્ર્યથી તે ઠેઠ પરમાત્મ સ્વાતંત્ર્ય સુધી જાહેર ઘોષ કરનાર અને સર્વ પ્રકારની દુઃખદશારૂપ પરતંત્રતાની બેડીમાંથી મુક્ત કરીને વાસ્તવિક સ્વાતંત્ર્ય સમર્પનાર જેનધર્મ હોવાથી તેના ઉદારતત્ત્વાદિ વિચારેને વિશ્વમાં સર્વત્ર ફેલાવો કરવો જોઈએ. જગતમાં પાતંત્ર્ય ત્યાજ્ય છે અને યું. પાતંત્ર્ય
ક્યાં સુધી કેને કેવા દ્રવ્યાદિભાવે આદરવા લાયક છે, તેને વિવેક કરાવીને સદ્ગણોને ઉત્પન્ન કરનાર કરાવનાર એવા વ્યાવહારિક તથા ધાર્મિક પારતવ્યની ઉપયોગિતા અને આદેયતા શિખવનાર તથા તેમાં પ્રવર્તાવનાર જનધર્મ હોવાથી જૈનધર્મને સર્વત્ર ફેલા કરવાની જરૂર છે. વાસ્તવિક સુખપ્રદ એવું વાસ્તવિક સ્વાતંત્ર્ય તથા વાસ્તવિક પારતંત્રની દશા દર્શાવનાર જેનધર્મ હોવાથી તે વિશ્વવ્યાપકધર્મની યોગ્યતા ધરાવવા સમર્થ થાય છે. દયા, સત્ય, શુદ્ધપ્રેમ, મિત્રીભાવના, કરૂણભાવના, માધ્યસ્થ, પ્રમોદભાવના, ગુણાનુરાગ, વ્યસનત્યાગતા, અસ્તેય, બ્રહ્મચર્ય, પરિગ્રહ પરિમાણ, સમભાવ, શાન્તિ, દાન અને સેવા વગેરે ધર્મો સર્વ દેશમાં સર્વ મનુષ્યોને આદરવા લાયક હોવાથી અને સર્વદેશના સર્વ મનુષ્યોની વ્યાવહારિક તથા ધાર્મિક ઉન્નતિ કરનાર હોવાથી તેઓ વિશ્વવ્યાપક ગુણધર્મો કહેવાય છે. એવા વિશ્વવ્યાપક દયાદિગુણ એજ જૈનધર્મ હોવાથી જૈનધર્મ એ વિશ્વવ્યાપક ધર્મ થવાની યોગ્યતાવાળો હોવાથી જૈનધર્મને વિશ્વવ્યાપક કરવા સર્વ દેશના સર્વ સાક્ષર મહાત્માઓએ લક્ષ આપીને ઉદા ભાવથી તેનો ફેલાવો કરવા જોઈએ.
For Private And Personal Use Only