________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૪૭૦ ની સાલના વિચારે.
ધ્યાન પૂર્વક નિશ્ચય કરીને વર્તમાનકાલીન વિચારોને સુધારે કરવો. જે મહાત્મા પુરૂષ પ્રગટે છે તે પિતાનું વર્તમાનકાલીન ચારિત્ર્ય વૃદ્ધિ કરવા સંપૂર્ણ લક્ષ્ય દે છે. વર્તમાનકાલીન આત્માના જે જે જ્ઞાનાદિપર્યા છે તે ભવિષ્યકાલીન આત્માના પર્યાયાનું કારણ થાય છે. કેઈ મનુષ્ય. ભવિષ્યમાં કેવો થશે તેને ઉત્તર તેની વર્તમાનકાલીન વિચાર, આચાર દશા આપે છે. વર્તમાનકાલમાં શુદ્ધ ભાવનામાં રમણતા કરવી હોય તે સમયે ભૂતકાલીન દુખદશાનું સ્મરણ ન કરવું જોઇએ. ભૂતકાલીન મહાપાપના પશ્ચાત્તાપ પૂર્વક ખરા અન્તઃકરણથી વર્તમાનકાલમાં આત્માના સ્વભાવમાં રમણુતા કરવી એજ આત્માના અનન્તજીવનસાગરમાં પ્રવેશવાને સત્ય ઉપાય છે. વર્તમાનકાલીન ઈદગીને ઉત્તમ બનાવવી કિન્તુ ગભરાવું ન જોઈએ. જે વખતે સર્વ પ્રકારની ઈચ્છાઓના સંકલ્પ વિકલ્પો વિલય પામે છે, તત્સમયેજ આત્માને સત્યમાર્ગ ખુલ્લે થાય છે, અને ધર્મ બીજ પ્રકૃદ્ધિબળ સ્કરાયમાને થાય છે. ઇત્યાદિ સર્વ આત્મામાં સ્વયં અનુભવવું અને પ્રવર્તવું
જે મહાત્મા પોતાને નામો અને રૂપામાંથી નવત દેખે છે, તે જગતમાં જીવતા જાગતા સૂર, કર્મયોગી, આનન્દી અને મુક્ત છે. જે જે કરવું, જે જે દેખવું, તેમાં નામરૂપ સંબંધી અહંવૃત્તિની ફુરણા ન પ્રગટે એજ આનન્દમય જીવનદશા પ્રકટાવવાનું વાસ્તવિક લક્ષણ છે. જયલક્ષ્મી નિત્યસુખના સ્વામી થવું હોય તે નામરૂપના જીવનથી પિતાને ભિન્ન દેખે અને હું એવી ફુરણાને ભૂલી જાઓ એટલે સુખદેવી હમને આલિંગશે એમાં લવલેશસંશય નથી. શરીર નામરૂપનું જે સમયમાં ભાન હેતું નથી. એવી અવધત મસ્તાનન્દ દશામાં વિજયનાં કાર્યો કરી શકાય છે, અને પરમાત્માને વાસ્તવિક અનુભવ કરીને આત્માની પરમાતાને પ્રગટાવી શકાય છે. જે જે કાર્યોમાં પ્રવૃત્તિ કરીને કોઈ પણ મનુષ્ય વિજય મેળવે છે, ત્યાં તે નામરૂપના અભાવેજ વિજયી થયો છે, એમ અવધારવું. લેખક,કવિ, વિદ્વાન, ધ્યાન, શર, ભક્ત, આદિ ભિન્ન વિષય પ્રવૃત્ત મનુષ્યો જે સમયે નામરૂપની અપેક્ષાએ પિતાને વિસ્મરે છે. તત્સમયે જ તે આનન્દમસ્તી અને વિજયના સૂક્ષ્મ આત્તર પ્રદેશમાં પ્રવેશ કરે છે. દેહનામ ભાન ભૂલવાની સાથે જ આત્માની વીર્ય
For Private And Personal Use Only