________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૬
જૈનધર્મ સાહિત્ય.
કરવું જોઈએ. રક્ષણ પદ્ધતિથી જૈને જે કંઇ સુધારા કરવા હોય તે કરવા પણ મૂળ ધર્માચારને નાશ થાય એવી પદ્ધતિકદી અંગીકાર કરવી નહિ. દરેક ગચ્છના આગેવાન સાધુઓએ સુલેહ જાળવીને ધર્મને ફેલાવો કરવા પ્રવૃત્તિ કરવી. એમ જે કરવામાં નહિ આવે તે આવા વખતમાં ગોના ઉપરથી લોકોની રૂચિ ઉતરી જશે અને ભવિષ્યમાં પોતાનું બળ ઘટી જશે. જમાનાને માન આપીને રક્ષણ પદ્ધતિથી જૈન ધર્મને ફેલાવો કરવો અને ઉપયોગી બાબતોમાં સુધારા કરવા.
ભેદભાવ રાખ્યા વિના-સર્વને સમાન ગણીને તેઓને આજીવિકા વૃત્તિ ઉપાયોની રક્ષા સુવ્યવસ્થા સાથે ધમ બનાવવા માટે ધર્મોપદેશ કરવામાં આવશે તો જૈનધર્મમાં લાખો મનુષ્યને દાખલ કરી શકાશે એવું ધર્માચાર્યોએ લક્ષ્યમાં રાખવું જોઈએ. સ્વધર્માભિવૃદ્ધિના ઐતિહાસિક ગ્રન્થ વાંચો અને તેમાં દાખલ થનારાઓની આર્થિક સ્થિતિ પર લક્ષ્ય છે તે તમને અવબોધાશે કે આજીવિકા સૂત્રેની સાથે ધર્મને આત્યંતિક નિકટ સંબંધ છે. ધાર્મિક જ્ઞાનની પ્રાપ્તિ કરનારાઓ માટે સાધર્મિક વાત્સલ્ય અત્યંત ઉપયોગી છે. વરછ ઇત્યાદિ પાઠો વડે જીને ધર્મ સમ્મુખ કરવા હોય તો પ્રભાવના આદિ વડે બાળછને વ્યાવહારિક સુખ સાધનોની સાહાચ્ય સમર્પવા પૂર્વક ધાર્મિકમર્ગમાં પ્રવેશાવવાની આવશ્યક્તા સદા-સર્વથા સિદ્ધ નિયમ રૂ૫ છે એમ નિશ્ચય કરીને, ધર્મોપાસકોએ વ્યવહાર ગૃહસ્થત્વ ધર્મમાં યાવત અવસ્થિતિ છે તાવત્ ઉપયુક્ત સાધર્મિક વાત્સલ્ય પ્રભાવનાદિ ધર્મકાર્યમાં સ્વ સર્વશક્તિોને ભેગ આપવો જોઈએ. બાહ્ય સુખ સાધનોની પ્રભાવનાની સાથે જેનેની સંખ્યામાં મુસલમાન અને પ્રીતિની પેઠે; અમુક જૈનધર્મ વિચાર અને આચાર શૈલીએ વૃદ્ધિ થાય એમ પ્રાચીન જૈનધર્મોદ્ધારક અને સ્થાપકોની દષ્ટિને દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવથી આચારમાં લાવીને પ્રવૃત્તિ કરવી એવી દઢ ભાવના સર્વથા–સર્વદા-સર્વત્ર જેમાં પ્રગટવી જોઈએ અને એવી સંધવર્ધક સામાજિક ભાવનામાં સર્વ જૈને એકમત થાય એવી જૈન ધર્માચાર્યોએ ઉપદેશ શૈલીને સ્વીકારવી જોઈએ. તીર્થકરોના ભક્તો કે જે સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા તરીકે હોય તેઓમાં પૂજ્ય બુદ્ધિ, ભક્તિભાવ સેવા ઉપાસના વાત્સલ્ય સ્થિરીકરણ વગેરે વડે પૂજાની વિશેષ આરાધના થાય તે જ જૈનસંધમાં નવું સંધ સંખ્યાબળ ચૈતન્ય પુરી શકશે.
૩ રાતિઃ રૂ.
For Private And Personal Use Only