________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈનધર્મ સાહિત્ય
૧૦૫
ધર્મનું સાહિત્ય બહાર આવવાથી આર્યાવર્તના લોકોમાં નવું ચૈતન્ય રૂરાયમાન થશે. આર્યાવર્ત ધમનો ખજાનો છે. મનુષ્યમાં મનુષ્યપણું લાવનાર જૈનશાસ્ત્રમાં બતાવેલા ઉદાર વિચારે છે અને તે આચારમાં મૂકવાની જરૂર છે. આર્યાવર્તનો ખરો જૈનધર્મ ખરેખર આર્યાવર્તના લોકોના ઉદય માટે બહાર પ્રકાશમાં લાવવાની જરૂર છે. મારે અમુક ધર્મ છે એવું માનીને અન્યધર્મ ઉપર અસહિષ્ણુતા ધારણ કરી અશાન્તિનું વાતાવરણ ફેલાવીને અવનતિના માર્ગ તરફ ગમન ન થાય એ ખાસ ઉપયોગ રાખવાની જરૂર છે. કોઈ પણ ધર્મના સત્ય વિચારોને એકાત દષ્ટિથી અન્યાય ન મળે એવો ઉપયોગ રાખવાની જરૂર છે. ઉત્તમ વિચારો ઝીલી શકાય તેવા કરી શકાય તે માટે વિશ વર્ષ પર્યત શારીરિક બ્રહ્મચર્ય પાળવાની તથા કસરત કરવાની આવર્તના લોકોને ખાસ જરૂર છે એવું ભાર દઈને ખાસ કહેવામાં આવે છે. આપણે અન્યધર્મી એને પાડવા જોઈએ નહિ, તેમની સાથે નીતિથી વર્તવું અને તેમને ઉત્તમ ધર્મના વિચારો સન્મુખ લાવવા.
' શ્રદ્ધાનંત જેના આગમોને આગળ કરીને આગમોથી અવિરૂદ્ધપણે ધર્મની ક્રિયાઓ કરે છે. જેનાચાર્યો આગમોથી અવિરૂદ્ધપણે જેનધર્મને ઉપદેશ આપે છે. શ્રી વીર પ્રભુના સિદ્ધાંતોની સત્યતાનો સર્વ દેશમાં પ્રકાશ થાય એજ જેનોની ઉત્તમ સેવા છે. જેનાગોની માન્યતા સ્વીકારીને જેનો આર્યા વતની શ્રેષ્ઠતા અન્ય દેશોમાં પ્રસિદ્ધ કરી શકશે. ગમે તે જાતિવાળા જેનેએ જેનાગોને આગળ કરીને ધમનુકાનોમાં લક્ષ્ય રાખવું જોઈએ. હિન્દુઓનું સર્વસ્વ તેમની માન્યતાના જેમ વેદ છે તેમ જૈનોનું સર્વસ્વ જૈનાગમો છે. જેનાગમોની શ્રદ્ધાવાળ જૈન ઉત્તમોત્તમ ધર્મ છે. મુસલમાનો જેમ કુરાનને આગળ કરીને ચાલે છે. તેમ જૈન બંધુઓએ ધર્મની બાબતમાં જૈનાગોને આગળ કરીને પ્રવર્તવું જોઈએ. પ્રીતિયો બાયબલને માન આપીને ચાલે છે તેમ જૈન બાંધવોએ લોકોત્તર જેનામોને માન આપીને ધર્મકરણીમાં પ્રવૃત્ત થવું જોઈએ. જેનધર્મ જ્યાં સુધી જેનોની નસોમાં વહેશે ત્યાં સુધી જેનો પોતાના સામાજિક, આત્મિક ઉન્નતિના માર્ગે વહ્યા કરશે. જૈનાગમોની શ્રદ્ધાથી ભ્રષ્ટ થએલે જૈન ગમે તે જાતિને ન હોય પણ તે જૈન કહેવાય નહીં. જેનધર્મની શ્રદ્ધાથી જૈનોમાં એક જાતને પ્રેમરસ વહેતો રહેશે અને તેથી સનાત જૈનધર્મનું રક્ષણ થયા કરશે. નવકાર શીએ , ઉજમણુ વગેરેનું ખંડન કરવું જોઈએ નહિ પણ તેમાં સુધારો
14
For Private And Personal Use Only