________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પૂજા હેતુ.
૧૩૧ ----------------------------------- દશા પ્રાપ્ત કરી તેવા ગુણો પ્રાપ્ત કરવાને મન, વચન અને કાયાના
ગથી હું પ્રયત્ન કરવા દઢ સંકલ્પ કરું છું અને આપનું હૃદય પૂછને હું આપના જેવા ગુણો ધારણ કરવા આજથી પ્રયત્ન કરીશ. હે પ્રભો ! આપની નાભિ પૂજીને આપણી નાભિના ગુણો લેવા આજથી પ્રયત્ન કરીશ. એમ પૂજકોએ મનમાં દઢ સંકલ્પ ધારણ કરવો. નાભિમાંથી પ્રગટ થએલ વિચાર સિદ્ધ થાય છે એમ લોકમાં કહેવત છે. હે પ્રભે આપણી નાભિ
અનેક ગુણોનું સ્થાન છે માટે આપની નાભિથી પૂજા કરીને તેવા ગુણો પ્રાપ્ત કરવા પ્રયત્ન કરું છું એમ પૂજકે ભાવના ભાવવી. પ્રભુનું સંપૂર્ણ શરીર પૃજવા યોગ્ય છે. પ્રભુના નવ અંગ પૂજવાના હેતુઓ અનેક છે. તેનું ગુરૂગમપૂર્વક જ્ઞાન ગ્રહણ કરવું જોઈએ. પ્રભુની પ્રતિમા ઉપર ઘરેણાં આંગી હોય તે વખતે મનમાં ભાવના ભાવવી કે અહો ! પ્રભુએ રાજ્યાવસ્થાથી સકલ શોભાનો ત્યાગ કરીને દીક્ષા ગ્રહી ત્યાગી થયા અને હું તો પૈકલિક ઘરેણું ધન વગેરેની મમતામાં લીન બની ગયો છું. પ્રભુ રાજ્યાવસ્થામાં પણ અન્તથી ન્યારા રહેતા હતા તે પ્રમાણે હું ગૃહસ્થાવાસમાં આજથી ન્યારો રહેવા પ્રયત્ન કરીશ. પિકલિક વસ્તુઓની મમતા ત્યાગીશ. પ્રભુને હવરાવતી વખતે પ્રભુના અતિશય વગેરેનું ચિંતવન કરવું. તીર્થંકર પ્રભુ બાલ્યાવસ્થાથી વિજ્ઞાની હતા, સમ્યકત્વ ધારી હતા. વગેરે ગુણોનું ચિંતવન કરવું. પ્રભુના દરેક અંગને પૂછને ગુણ ગ્રહણ કરવાનો ભાવ વધાર અને ગુણો ગ્રહણ કરવા પ્રયત્ન કરો.
પ્રભુની અષ્ટ પ્રકારી પૂજા કરતાં પૂજાના મુખ્ય ઉદેશને હૃદયમાં ધારણ કરવા. અમારી બનાવેલી અષ્ટ પ્રકારી પૂજામાં દ્રવ્ય અને ભાવ પૂજાનું સમ્યમ્ સ્વરૂપ દર્શાવ્યું છે. જલ, ચંદન, પુષ્પ, ધૂપ, દીપ, અક્ષત, નૈવેધ અને ફલપૂજા કરતી વખતે દરેક પૂજા વખતે અન્તમાં ભાવ જલાદિ પૂજાની ભાવના ભાવીને તેવા ગુણે અત્તમાં પ્રગટાવવા પ્રયત્ન કરવો. ભિન્ન ભિન્ન દ્રવ્ય પૂજાના ભેદોથી ભિન્ન ભિન્ન આત્માના ગુણ પ્રાપ્ત કરવાને ઉદ્દેશ હદયમાં ધારણ કરવો જોઈએ. પ્રભુની પ્રતિમામાં પ્રભુને આરોપ કરીને પ્રભુનું અવલંબન કરીને પ્રભુના જેવા ગુણો પોતાના આત્મામાં પ્રકટાવવા શાસ્ત્રોમાં ભક્તિ સેવા વગેરેનું કથન કરવામાં આવ્યું છે અને તે યથાયોગ્ય છે. અક્ષરનું અવલંબન કરીને જેમ જ્ઞાનની પ્રાપ્તિ કરવામાં આવે છે તેમ પ્રભુની પ્રતિમાનું અવલંબન કરીને સદગુણેની પ્રાપ્તિ કરી શકાય છે. પ્રભુની પ્રતિમાનું આલંબન લેવાથી પ્રભુનું ચરિત્ર
For Private And Personal Use Only