________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫૬
સંવત ૧૯૬૮ ની સાલના વિચારો.
: --
-
અ -
૧
,
મન
-
-
-
-
--
-
-
-
-
-
-
-
-
પ્રાપ્ત કરવાને મા મિત્વ ભાવથો વિચર. હર્ષ અને શોકથી નિર્લેપ રહી સહજાનન્દ ભાગી થવાને માટે નર્મમત્વ ભાવ ધાર. બંધાવું અને મુકત થાઉં એ કોઈ પણ કાર્યમાં અધ્યવસાય (વિચાર ) ન ઉત્પન્ન થાય એવી ઉખ્ય ભૂમિકામાં પ્રવેશ કરીને સ્વપર સુકૃત્યોને સેવ.
સંવત્ ૧૯૬૮ ના અ. અષાડ વદિ ૮ રવિવાર તા. ૭ મી
જુલાઇ ૧૯૧૨, અમદાવાદ. ફારીના હૃજુ ધર્મ સાધન. શરીરજ નિશ્ચયતઃ ધર્મનું સાધન આદિમાં છે. શરીરની આરોગ્યતા જળવાઈ રહે એવા ઉપાયો આદરવા - ઇએ. નિયમિત આહારવિહાર અને ઉદ્યમથી શરીરની આરોગ્યતા સાચવવી. શરીર વિના ધર્મની સાધના થઈ શકતી નથી. શરીરની આરોગ્યતા હોય છે તોજ સર્વ ધર્મભેદેની સાધના થઈ શકે છે. શરીર પોતાનું નથી, તે ક્ષણિક છે, એમ વસ્તુતઃ તે માલુમ પડે છે, તે પણું મુકિત માટે તેની કિંમત આંકી શકાતી નથી. કારણ કે શરીરવિના કઈ જ્ઞાનધ્યાનની પ્રાપ્તિ કરી શકતું નથી. શરીરમાં રહીને જ સર્વ ધર્મકાર્ય કરવાનાં છે અને પછી શરીરની ઉપયોગિતા ન જાણવી એ કેટલું બધું અજ્ઞાન ! બ્રહ્મચર્યાદિ ગુણો વડે શરીરની સંરક્ષા કરવી જોઈએ. શરીરમાં રહેલો આત્મા તે સત્તાએ પરમાત્મા છે, અને તેનું શરીર તે એક દેવળ સમાન છે. શરીર રૂપ નિકાનું સંરક્ષણ કરવાથી સંસાર સાગરની પેલી પાર જવાય છે. અર્થાત શરીરની સંરક્ષા કરીને ધર્મ સાધના કરવાથી મનુષ્યો સંસાર સમુદ્રને તરી જાય છે. દશ દષ્ટ તે દુર્લભ એવો મનુષ્યભવ પ્રાપ્ત થાય છે તે પામીને જે શરીરને અધર્મમાં ઉપયોગ કરે છે, તે મનુષ્ય જન્મ હારે છે. શરીરમાં રહેલા આત્માને શરીરના ભેગે પ્રાપ્ત કરવો જોઈએ. શરીર પર મમત્વ નહિ કરવું પણું શરીરની આરોગ્યતા ધર્માર્થે જાળવવી એ તો આવશ્યક કાર્ય છે. આત્માર્થી મનુષ્યને શરીરની આરોગ્યતા ઘણી ઉપયોગી છે. ધર્મી મનુનાં શરીર કલ્પવૃક્ષ અને ચિંતામણિ રત્ન સમાન છે.
શરીરની ઉપયોગિતા અવબોધ ! ! શરીરની આરોગ્યતાનો સદુપયોગ કર. શરીર શકિતને દુરૂપયોગ ન કર. શરીરને વશમાં રાખ. શરીરધારા આ
For Private And Personal Use Only