________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૮૬૮ ની સાલના વિચારો.
૪૩૦
સંવત ૧૬૮ ના ભાદરવા સુદિ ૧૩ ને મંગળવાર, તા. ૨૪
| મી સપ્ટેમ્બર. સને ૧૯૧૨, શુભ જન્મનું આ જીંદગીમાં જીવતાં ફરીને જવું, આ દેહથી બહુ જીવતાં સદ્ગુણથી જીવ્યું ખરું; સદ્ગુણથી જીવ્યા ખરા તે જીવતા જગમાં રહ્યા, આનન્દમય વન કરે તે સમયે જીવ્યો જાણવો. જવું છવાડું સર્વને એ સશુણેના પ્રાણથી, એ સદગુણના તેજથી મુઆ છવાડી જીવને; જીવ્યા પછી મરવું નથી એ જ્ઞાનીઓએ સંકહ્યું, જીવ્યા પછી મરવું રહ્યું એ જીવવું છે બાઘથી. મરવું કદી બહાલું નજા, મરવું નથી મરવું નથી, મરવું રહ્યું ત્યાં ભય રહ્યા દુનીયાથકી ડરવું નથી; હાલું સદા એ જીવવું એ જીવવું મેં ઓળખું, એ જીવવાનું યોગથી આનન્દના અદૈતથી. આનન્દના અતથી આનન્દમય સહુ ભાસતું, એ જીવતાના પ્રાણનું પિષક ખરૂં એ દ્રવ્ય છે; આનન્દરસથી પોષનારા સત્ય વૈદે જાણવા, મુઆ કરે જે જીવતા તે દિવ્યદો સત્ય છે. આનન્દ રસથી જીવતા ને અન્યને જીવાડતા, સાચા અમારા તે પ્રભુ એ દીલનાં દર્દી હરે; શાશ્વત જીવન એ પામવા થાવા અમર આનંદથી, અલમસ્ત થઈને શોધવા એ આત્મભાવે યોગીઓ. અલક્ષ્યની ધ્વનિઓ કરી આનન્દ યોગી બનું, નિર્દોષ વિષયાતીત આનંદમય બની ફરતે ફરું; પરમાત્માનું જીવન ખરૂં એ ચગીના અંતરું રહ્યું, બુદ્ધયબ્ધિ પરમાનંદની કલ્લોલની ધ્વનિઓ કરું
For Private And Personal Use Only