________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૯૬૮ ની સાલના વિચારે.
સ્વાર્થની ખાતર થાય છે, અને તેમાં લાખો નિર્દોષ મનુષ્યોને ઘાણ નીકળી જાય છે. મનુષ્યો ગમે તેટલા નામમાત્રથી સુધરેલા ગણાય તેથી કંઈ વિશેષ નથી. જયારે તેઓ પોતાનામાં રહેલા સ્વાર્થ, ક્રોધ, ઈર્ષા, વૈર, લેભ, વિશ્વાસઘાત, અભિમાન, છળ, દગ, પ્રપંચે, અસત્ય, ચોરી, હિંસા વગેરે ના ત્યાગ કરશે ત્યારે તેઓ ખરા સુધરેલા ગણાશે. દયા, પ્રેમ, પરમાર્થ, પોપકાર, સહનશીલતા, સર્વ ની દયા, શાન્તિ, વૈરાગ્ય, કરૂણા, સત્ય, ભક્તિ, સેવા, નીતિ, ક્ષમા, સરલતા, નિર્લોભતા, નિરહંવૃત્તિત્યાગ વગેરે સણાથી જે દેશના મનુષ્ય અલંકૃત હોય છે અને જ્યાં સર્વ જીવોને શાતિ આપવામાં આવે છે, તે દેશ અને તે જાત સુધરેલી ગણાય છે અને તે દેશ વા જાત આર્યના ગુણો ધારણ કરી શકે છે. આર્ય દેશમાં પૂર્વની પેઠે હાલ પણ તેવા સદગુ ખીલે અને શાન્તિનું સામ્રાજ્ય ખીલો,
સંવત ૧૯૬૮ ના આ વદિ ૬ ને ગુરૂવાર તા. ૩૧ મી
એકબર ૧૯ર, ધર્મનું મૂળ શ્રદ્ધા છે. શ્રદ્ધાવિનાનો કોઈ ધર્મ દુનિયામાં ટકી શકે નહિ. વ્રતની પહેલાં પણ શ્રદ્ધા જોઈએ. જૈનધર્મની શ્રદ્ધાવિનાદિ કોઈ ખરો જૈનધર્મ પાળવા શક્તિમાન બની શકે નહિ. શ્રદ્ધાવિનાને મનુષ્ય નાતક કહે છે. બુદ્ધિથી કલ્પનાના ઘડાઓને દેડાવતાં કદિ પાર આવે નહિ. યુક્તિ કરતાં કુયુકિતનું પ્રાબલ્ય વિશેષ છે. ધર્મના જે જે આ ચારે ય ને આદર કરવો જોઈએ. ધર્મની ક્રિયાઓ શકિત ન હોય તે ન કરવી છે તેનું કદ, ખંડન કરવું નહિ. ધર્મની શ્રદ્ધાવિના આત્માને ખરેખર સમભાવ પ્રગટતો નથી. જેનાએ પોતાના દેવ, ગુરૂ અને ધર્મ પર પૂર્ણ શ્રદ્ધા ધારણ કરવી. જે જેને પોતાના ગુરૂનો અનાદર કરે છે તેઓને કદિ ખરો ઉદય થતું નથી. ગૃહસ્થ જૈનેએ પિતાના ધર્મના રીત રીવાજો પ્રમાણે વર્ત! જોઈએ. જૈનધર્મની શ્રદ્ધાવાળા જૈનમાં જેટલું આત્મબળ પ્રગટે છે તેટલું નાસ્તિક નામધારી જૈનમાં આત્મબળ પ્રગટતુ નથી. જે જેને પિતાના પૂર્વજોના ધર્મના આચાર અને વિચારોને હસી કાઢે છે,
For Private And Personal Use Only