________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૮૬૮ ની સાલના વિચારે.
૨૭૫
mannnnnonamnnnnnnnnnnnn
જેડ. વારંવાર આવો ઉત્તમ અવસર તને મળનાર નથી. આત્માના શુદ્ધ સ્વરૂપનું શ્વાસોશ્વાસે સ્મરણ કર્યા કર ! હે ચેતન ! આ અસાર સંસારમાં એક ધર્મ છે તે સારભૂત માનીને તેની પ્રાપ્તિ માટે ક્ષણે ક્ષણે પ્રયત્ન કર્યા કર. જ્ઞાન અને સત્તાને અહંકાર કર નહિ. કોઈ પણ જીવને પીડા થાય, એવો મન વાણું અને કાયાથી પ્રયત્ન કરીશ નહિ. સગુણે માટે દરરોજ અભ્યાસ કર. પિતાનામાં રહેલા દેશોને ટાળવા માટે પ્રયત્ન કર. ભૂલ્યો ત્યાંથી ફરીથી ગણ. અગમ એવું તારું સ્વરૂપ અવબોધવાને માટે દરરોજ આત્મચિંતન કર્યા કર. શ્રી વીતરાગ પ્રભુના સદ્ગણોની ઉપાસના કરીને નગ્રત રહેવા પ્રયત્ન કર. મનમાં ઉત્પન્ન થનાર મોહના અધ્યવસાયને ટાળવા માટે સદાકાલ પ્રયત્ન કર્યા કર. રાગદેવના વિકલ્પથી રહિત એવા નિર્વિકલ્પ ચેતન સ્વરૂપનો અનુભવ કરવા ધ્યાન કર. આત્માના શુદ્ધધર્મને રસિયા થવાને ઉધમ કર કે જેથી પરાગાદિભાવની રસિકતા ટળે. અને સહજાનન્દ સુખના ભોગી તું બની શકે. જ્ઞાન, દર્શન અને ચારિત્રની સેવના કરવી તેજ આત્માની સેવા છે. બહુ બહુ બોલીને પણ હે ચેતન ! તે પ્રમાણે પ્રવૃત્તિ કરીને આગળ ચઢ. એક સંકલ્પ પણ નકામે જવાને નથી. માટે આત્માના શુદ્ધ સ્વરૂપની ભાવના ભાવ્યા કર. હે આત્મન ! તારા ગુણોને પ્રકટ કરવાને આ અમૂલ્ય સમય છે, તેની સફલતા કર.
સંવત ૧૯૬૮ ના વિશાખ સુદિ ૧ ગુરૂવાર, તા. ૧૮-૪-૧ર પાદરા,
વક્તા કંઠમાંથી જે શબ્દો કાઢે છે. અને તેમાં જે જણાવે છે, તેના કરતાં ઘણું તેના હૃદયમાં રહી જાય છે. લેખક જે કંઈ લખે છે, તેના કરતાં ઘણું જ્ઞાન ખરેખર તેના હૃદયમાં રહી જાય છે. હૃદયમાં જેટલા વિચારે
ક્ય હોય છે, તેટલા સેવે શબ્દદારા બહિરુ આવી શકતા નથી. બોલેલા શબ્દો ઉપર અનુમાન કરીને હૃદયના સર્વ આશયોને આધાર રાખવામાં ભૂલ થાય છે. હૃદયમાં જેટલા વિચારો થયા કરે છે, તેટલા વાણી વડે કથી શકાતા નથી, અને જેટલા વિચારો કહેવામાં આવે છે તેટલા લખી શકાતા નથી. અનુભવજ્ઞાનવાળું હૃદય ખરેખર પાતાળીયા કૂવા જેવું છે. તેમાંથી વિચાર રૂપ જલ ખૂટતું નથી. મનુષ્યના હૃદયમાં ક્ષણે ક્ષણે અમુક
For Private And Personal Use Only