________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૯૬૮ ની સાલના વિચારે.
૩૦૧ .
વીતરાગ માર્ગમાં મારું સમ્યગું ગમન થાઓ. હે દેવ! મને પરમ સહજનન્દની પ્રાપ્તિ થાઓ.
સંવત્ ૧૯૬૮ વિશાખ વદિ ૦)) ગુરૂવાર તા. ૧૬ મી મે ૧૯૧ર વસે. - તારી પાસે જે મનુષ્ય આવે તેઓને ઉત્તમ સગુણોને બેધ આપ! ભિન્ન ભિન્ન ધર્મના મનુષ્યો તારી પાસે આવે અને તેઓ પિતાના વિચારોથી વિરૂદ્ધ વિચારેને દર્શાવે છે પણ તેના ઉપર મૈત્રીભાવના રાખ. તેં ધારણ કરેલી મૈત્રીભાવના ખરેખર જેનધર્મની ઉત્તમતા સિદ્ધ કરી આપશે. અન્યમનુષ્યોને ધર્મનો ઉપદેશ આપતી વખતે મગજની સમતલતા ઓ નહિ. હે આત્મન ! તારી પાસે આવનાર મનુષ્યો ઉપર શુદ્ધ પ્રેમ ધારણ કર. હે આત્મન ! અન્યોને ઉપદેશ દેતી વખતે તેઓનું કલ્યાણ થાએ, એ દૃઢ સંકલ્પ કર કોઈ પણ ધર્મ સંપ્રદાયમાં અમુક નયની અપેક્ષાએ સત્ય હોય તો તે નયની અપેક્ષાએ તે સત્યને અ૫લાપ કરીશ નહીં. હે આત્મન !! હારા તરફ જે મનુષ્ય હિતની ખાતર દેખતા હોય તેઓનું શ્રેયઃ કરવા કંઈ પ્રયત્ન અવશ્ય કર. જે મનુષ્યો દુરાચરણી હોય તેઓને પણું ઉપદેશવડે સુધારવા પ્રયત્ન કર. દુનિયામાં મિથ્યાત્વ ધર્મ પાળનારાઓ ઉપર હે ચેતન ! તું તિરસ્કાર દૃષ્ટિથી દેખ નહિ; તેમજ તેના ઉપર ઠેષ ધારણ કર નહિ. હે આત્મન ! તું વિદ્યા, સત્તા અને બાહ્ય મહત્તા કરતાં હદયની નિર્મલતાને વિશેષતઃ ઉત્તમ ગણ. હે ચેતન ! તુ પિતાને સત્તાથી સિદ્ધ સમાન માનીને તેવી સિદ્ધતા પ્રકટ કરવા પ્રયત્ન કર. સત્યને સત્ય તરીકે કરીને દુનિયાને સત્યને લાભ આપ! તારી ઉપર વિશ્વાસ રાખીને ચાલનારાઓને સદુપદેશવડે તાર ! તારી જીંદગી ઉત્તમ ધાર્મિક કાર્યો વડે શોભે તેવા પ્રયત્ન કરે ! તારી પાસે રહેનારા મનુષ્યોને સંગતિનો લાભ આપ્યા કર ! કેધાદિક દુર્ગુણને મૂળમાંથી ક્ષય કરવા દરરોજ અભ્યાસ કર ! ઉત્તમ ધાર્મિક પારમાર્થિક વિચારવડે હૃદયની પવિત્રતા કર. જે જે મનુષ્યોમાં સગુણો દેખે તેની અનુમોદના કર. જગતના સર્વજીને તારાથી દુઃખ ન થાય એ માર્ગ ગ્રહણ કર. જગતના સર્વ જીવોનું ભલું થાય એવો માર્ગ ગ્રહણ કરવા વીતરાગ દેવની પ્રાર્થના કરે !
For Private And Personal Use Only