________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૦
સંવત ૧૯૬૮ ની સાલના વિચારો.
સંવત ૧૯૬૮ ના ચૈત્ર સુદ ૭ સેમવાર તા. ૨૫-૩-૧ર પાદરા.
જ્યારે હૃદયમાં ક્રોધ પકટયે છે ત્યારે બને ત્યાંસુધી કોઇની સાથે વાર્તાલાપ કરે નહિ, અને તેમજ મનની શાન્ત થાય તેવું કાઈ પદ ગાવું, વા મનની શાનિત થાય એવું કોઈ પુસ્તક વાંચવું. વા કંઈ શાન્ત સ્વરૂપનું મનન કરવું. કોઈ વખતે કપાલપર ચિત્ત સ્થિર રાખવામાં આવે છે તો ક્રોધની શાન્તિ ત્વરિત થાય છે. જે સ્થાનમાં અને જેના નિમિત્તે દેધ થયો હોય તે વખતે સ્થાન અને તે મનુષ્યથી દૂર ખસી જવું, અને ક્રોધ શાન્ત થતાં પુનઃ તે સ્થાન અને તે મનુષ્યના પરિચયમાં આવવું. અત્યન્ત ક્રોધ કરવાથી કષાય સમુદૂવાત થાય છે, અને તેથી શરીરની બહાર આત્માના પ્રદેશ નીકળે છે. તેમજ મને દ્રવ્યનું કૃષ્ણાદિલેશ્યરૂપે પરિણમન થાય છે. ક્રોધને ઉદયથી તેજસ પુદ્ગલેને પ્રકટભાવ થવાથી શરીરમાં ઉષ્ણતા વ્યાપે છે અને તેવા વખતે અત્યંત કર પરિણામથી અશુભગતિબંધ પડે છે. ક્રોધના ઉદયથી અગ્નિની પેઠે શરીરની બહાર તે વખતે જે જે પુદગલ નીકળે છે તે પણ તેવા ધના સંયોગની ઉદીરણામાં અને ત્પત્તિમાં સહાયકારી થાય છે. ગોશાલા ઉપર તેજોલેસ્યા મૂકનાર તાપસને ક્રોધ થયો હતો ત્યારે જ આત્મશક્તિને અવળા માર્ગે પરિણાવીને તેણે ઉષ્ણુપુદ્ગલરૂપે તેજેસ્થાને મૂકીને ગોશાલાને દુઃખ દેવા પ્રયત્ન કર્યો હતે. મહા કૃપાળુ શ્રી વીરપ્રભુએ કરૂણ રૂ૫ આત્મશક્તિના બળવડે શરીરમાં વા શરીર બાનાં યુગલને શીત પુદ્ગલરૂપે પરિણુમાવીને તે શીતલેસ્યાનાં પુલોથી તેજોલેસ્યાનાં પાગલેને શાન્ત ર્યા હતાં. દયાના વા કૃપાના પરિણામ વડે શાનિકારક મુગલ પ્રવાહને સામા મનુષ્ય ઉપર વહાવી શકાય છે. ક્રોધના ઉદયથી જગતમાં ફેલાતાં ઉષ્ણુ પુદ્ગલેને ફેલાવો થાય છે, અને તેથી મનુષ્યના દ્રવ્ય અને ભાવ પ્રાણુની હિંસા પરંપરાએ કરાય છે. માટે ક્રોધના ઉદયને દબાવવા ઘણી સાવચેતી રાખવી જોઈએ. શુદ્ધપ્રેમ અને કરૂણુવડે Bધીઓ અને ધન ઉપર જય મેળવી શકાય છે.
For Private And Personal Use Only