________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેન ધર્મ સાહિત્ય.
૧૦૧
કારીઓ વગેરે ત્યારથી મન્દ દેખવામાં આવે છે, માટે આદીશ્વર ભગવાનની મૂર્તિ ફેર નવી બેસાડવી જોઈએ. એક શ્રાવક કહેવા લાગ્યું કે પડતો કાલ આવ્યો છે માટે ચડતો ભાવ કયાંથી દેખાય ? એક શ્રાવક કહેવા લાગ્યો કે કેમના ઉપર આધાર રાખ્યાથી જૈને આગળ પડતા થયા નહિ. એક શ્રાવક કહેવા લાગ્યો કે ક્ષત્રિયોને વાણિયા બનાવ્યા ત્યારથી તે ઢીલા બની ગયા તેથી ઉદય થતો નથી. એક શ્રાવક કહેવા લાગ્યો કે જેમાં સ્વાર્થ, નિન્દા-ઈર્ષ્યા અને કૃતન આદિ દોષ જ્યારથી વિશેષ પ્રમાણમાં ફેલાવા લાગ્યા ત્યારથી જૈનોની અવનતિ થવા લાગી. એક શ્રાવક કહેવા લાગ્યો કે અન્યધર્મીઓની પેઠે જૈનો જમાનાને અનુસરી ચાલતા નથી તેથી અવનતિના ભાગીદાર બન્યા છે. એક શ્રાવક કહેવા લાગ્યો કે ધર્મમતગચ્છ-કદાગ્રહ-ભિન્ન ભિન્ન ગછ ક્રિયાના ભેદેથી જૈનાચાર્યોએ પરસ્પર ખંડનમંડન કરી જૈન કોમમાં કુસંપ કરાવીને અવનતિનાં મૂળ રોપ્યાં અને તેનાં ફલ હાલના જેનો આસ્વાદે છે. આ પ્રમાણે બોલીને શ્રાવકો મારો અભિપ્રાય જાણવા માટે મારા સામું જોઈ રહ્યા. મેં કહ્યું કે શ્રાવકે ! ઉદયનાં ખરાં કારણોને સેવવામાં ન આવે ત્યાં સુધી ઉદય થઈ શકતો નથી. ઉદયની ઇચ્છા રાખનારા દરેક જૈને બોલેલું આચારમાં મૂકવું જોઈએ. પોતે કંઈ સારું કરવા માટે સ્વાશ્રયી બનવું જોઈએ. સર્વમાં પિતાને દેખવાની દષ્ટિ ધારણ કરવી જોઈએ. સર્વની સાથે પ્રેમ અને સંપરૂપ સાંકળની સાથે બંધાઈને ઉન્નતિનાં કાર્યો કરવાં જોઇએ. અન્યની ઉન્નતિને પોતાની ઉન્નતિ માની લેવી જોઈએ. જૈનધર્મની શ્રદ્ધાના રસથી સર્વના આત્માઓને રસીલા બનાવવા જોઈએ. અહંપણું ભૂલીને સર્વને પોતાના સમાન ગણવા જોઈએ. દરેક જેન એ હું છું એવું જાણવું જોઈએ. આ પ્રમાણે જાણીને તે પ્રમાણે વર્તવું જોઈએ. સદાચાર અને સુવિચારોથી વર્તવાથી સમૂહબળ તથા સારા ઉપાયો વડે જૈનોની પ્રગતિ કરી શકાશે.
દુનિયામાં એક વખતે જૈનધર્મ પાળનારાઓની સંખ્યા ચાલીશ કરો. ડના આશરે હતી. અઢી હજાર વર્ષ પહેલાં આર્ય લોકો પ્રાયઃ મોટા ભાગે જૈનધર્મ પાળતા હતા. આચાર્યો–સાધુ-સાધ્વીઓએ હિંદુસ્તાન અને હિન્દુસ્તાનની આસપાસને દેશ જૈનધર્મથી ગજાવી મૂક્યો હતો. તેવા જૈન ધર્મની દિવસે દિવસે પડતી જણાય છે અને જૈન ધર્મ પાળનારની સંખ્યા હાલ માત્ર તેર લાખની ગણાય છે. જૈનધર્મ પાળનારાઓની સંખ્યા ઘટવાનાં વાસ્તવિક કારણો શોધવાની જરૂર છે. જૈનેની સંખ્યામાં પ્રતિદિન ઘટાડો થાય
For Private And Personal Use Only