________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
५४
ધાર્મિક ગધસંગ્રહ,
ब्रह्मस्थो ब्रह्मज्ञो ब्रह्म प्राप्नोति तत्र किंचित्रम। ब्रह्मविदां वचसाऽपि ब्रह्मविलासाननुभवामः ॥ २६ ॥
__ अ. सार. अनुभवाधिकार.
બ્રહ્મમાં રહેલે બ્રહ્મનો જ્ઞાતા બ્રહ્મને પામે છે ત્યાં શું આશ્ચર્ય છે ? અર્થાત કરું ત્યાં આશ્ચર્ય નથી પરંતુ અમો તે આત્મજ્ઞાનીઓના વચન વડે બ્રહ્મવિલાસને અનુભવીએ છીએ તે એક આશ્ચર્ય છે. આ પ્રમાણે કથનાર શ્રી ઉપાધ્યાયજી એમ જણાવે છે કે અમને તો જ્ઞાનીઓના વચનથી બ્રહ્માનન્દને અનુભવ થાય છે. આત્મજ્ઞાનિઓના નાભિથી ઉઠેલા અધ્યાત્મ શબ્દોમાં શ્રોતાઓને અસર કરનારી જીવતી શક્તિ રહી હોય છે. જેઓ પૂર્વભવના અધ્યાત્મજ્ઞાનના સંસ્કારી છે તેઓને જ્ઞાનીઓની વાણ શ્રવણ કરતાંજ બ્રહ્માનન્દને અનુભવ મળે છે. આવતના આય ભવ્યમનુષ્યોના ભાગ્યમાં બ્રહ્માનન્દનો અનુભવ કરવાનું રહ્યું છે. આત્મા પિતાના સ્વરૂપને કહેનારા શબ્દો સાંભળીને પોતાના સ્વરૂપમાં લીન થઇ જાય છે. અન્તર્મુખ જ્ઞાનોપયોગથી પોતાનું બ્રહ્મસ્વરૂપ એળખે છે. પિતાના આત્માના બ્રહ્મસ્વરૂપને જે જાણે છે તે બ્રાહ્મણ કહેવાય છે. પિતાનું શુદ્ધ બ્રહ્મસ્વરૂપ જાણ્યા બાદ આ માને અન્યજડપદાર્થોમાં રસ પડતો નથી. આત્મજ્ઞાનીને સર્વત્ર બ્રહ્મસ્વરૂપમાં રસ પડે છે અને સર્વત્ર તેની દષ્ટિની આગળ બ્રહ્મસ્વરૂપ તરી આવે છે. તેના મુખમાંથી બ્રહ્મવાણી નીકળે છે અને તે બ્રહ્મવાણુથી સર્વત્ર સર્વદા સર્વથા સર્વને આર્યત્વની પ્રાપ્તિ થાય છે. આત્મજ્ઞાનીઓના વચનોથી ઉપાધ્યાય સરખાં બ્રહ્મવિલાને અનુભવે છે તો પશ્ચાત્ તેઓ ધ્યાનદશામાં તો અખંડ બ્રહ્માનન્દનો અનુભવ કરે એમાં કંઈ આશ્ચર્ય નથી. આતમજ્ઞાનીઓ આત્મજ્ઞાનમાં વ્યસ્ત રહે છે. તેઓની વાણીથી તેઓનું આતરિક સ્વરૂપ સમજ. વાની દિશા અવલોકી શકાય છે. રાગદ્વેષની પરિણતિની મન્દતા કરનાર અને અનેક કષાયોની અપેક્ષાએ આત્મતત્ત્વનું જ્ઞાન કરનાર અને સતત ધ્યાનના પ્રવાહે આત્મતત્વને નિશ્ચય કરીને તેને અનુભવ કરનાર મનુષ્ય ખરેખર આત્મજ્ઞાન સંબંધી ઉગારો કાઢે છે. તેની વાણીથી ખરેખર પાત્ર જીવોને બ્રહ્માનન્દને અનુભવ મળે છે. આત્મજ્ઞાનીઓના લેખે, ગ્રો અને શબ્દો ઇત્યાદિ ખરેખર જગત જીવોને અલૈકિક આનન્દ આપે છે. બ્રહ્મ
For Private And Personal Use Only