________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેને ધમ સાહિત્ય.
-
આરાધના સેવા અને ફેલાવા માટે સર્વસ્વ અર્પણ કર્યા વિના છૂટકો નથી. જેનો નમાલી પ્રજામાં ખપે વા નગુણી પ્રજામાં ખપે એવું ન બનવું જેઇએ. સદ્વિચારેથી આખી દુનિયાના મનુષ્યોનાં હૃદય ભરી દે. ધર્મના સત્ય
વડે ચાખી દુનિયાને! મનુષ્યોના કાન ભરી દો. તમે જેઓને નીચ માનીને અ નાલાયક મનીને બેસી રહ્યા છે તેઓને ધર્મના લાભવડે ઉંચા અને લાયક બનાવના પ્રયત્ન કરો. ધર્મની પૂર્ણ શ્રદ્ધા ધારણ કરીને પિતાનાં ધમ તત્વનો લાભ આપવા આત્મભોગ આપીને ત્યાગી બનો. જૈન ધર્મની સેવા કરવામાં પાછું વાળીને ન જુએ. સમજો અને અન્યોને ધર્મનું તત્ત્વ સમજાવે. જેન ધર્મ અને જૈનેની વૃદ્ધિ માટે અહંતાને ભૂલી જાઓ અને નમ્રતાથી કાર્ય કરે !!!
પતાકા સમાન શ્રાવકો હોય છે તેઓ ભમાવ્યાથી ભમી જાય છે તથા વારંવાર એક ગુરૂને છડીને અન્ય ગુરૂએ કર્યા કરે છે. પતાકા સમાન એવા શ્રાવકોની દેવગુરૂ અને ધર્મ સંબંધી શ્રદ્ધા સ્થિર રહેતી નથી. પતાકાના સમાન એવા શ્રાવકે વારંવાર મૃત લોકોના ભમાવ્યા ભમ્યા કરે છે. ખરંટ સમાન શ્રાવકો પિતાને ઉપદેશનારા સાધુઓને ખરડે છે. ખરંટ શ્રાવકો નિશ્ચયનયથી મિથ્યાત્વી છે પણ વ્યવહારથી જિનમંદિર જાય છે તેથી શ્રાવક કહેવાય છે. ખરંટ સમાન શ્રાવકો સાધુઓને વિષ્કાની પેઠે હેલના કલંક વગેરે દેઈને ખરડે છે. શકયના સમાન શ્રાવકો સાધુઓનાં છિદ્ર દેખ્યા કરે છે અને સાધુનું રજ જેટલું દૂષણ પણ ગજ જેટલું કરીને લોકોમાં જ્યાં ત્યાં બતાવતા ફરે છે. શેકની પેઠે તેવા શ્રાવકો સાધુઓનાં છિદ્ર તપાસતા ફરે છે અને સાધુઓની નિન્દા કરીને પિતાને અપવિત્ર બનાવે છે. શક્ય સમાન શ્રાવકે સાધુઓની નિન્દા કુથલીમાં પિતાનું જીવન અપવિત્ર કરે છે. શકયને જેમ પોતાની શકય ઉપર દ્વેષ, ઈર્ષા હોય છે તેમ શક્ય સમાન શ્રાવકે સાધુઓ ઉપર દ્વેષ, અરૂચિ, ઇર્ષ્યા ધારણ કરે છે; જેથી શોક્યના સમાન એવા શ્રાવક નિશ્ચયનયથી મિથ્યાવી જાણવા. વ્યવહારનયથી જિનમંદિર જવું ધર્મક્રિયા કરવી ઈત્યાદિવડે શ્રાવક ગણાય છે પણ તેઓ પિતાના આત્માની શુદ્ધિ કરવા સમર્થ થતા નથી. કારણ કે તેનામાં શ્રાવકના ગુણો પ્રગટેલા હોતા નથી. માતા પિતા સમાન, ભાઈ સમાન, અને આરીસા સમાન એવા શ્રાવકો જૈન ધર્મ આરાધવાને માટે સમર્થ થાય છે. માટે શ્રાવકોએ માતા પિતા આદિ ઉપમાવાળા,
For Private And Personal Use Only