________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮ ૦
જૈન ધર્મ સાહિત્ય.
ર્યા, ત્યારથી આર્યાવર્તની પડતી થવા લાગી. કુદતને નિયમ એવો છે કે જે અન્યધર્મીઓને સતાવવા અને તેનો નાશ કરવા પ્રયત્ન કરે છે તેઓને તેવી રીતે પાછા બદલે મળે છે. હિન્દુસ્તાનપર મુસલ. માનોની સ્વારીએ ચઢી આવી અને તેનું ફળ હિન્દુઓને ભોગવવું પડયું. આર્યાવર્તની પડતી થઈ અને હાલ પણ તે દેખાય છે. જેવું આપવું તેવું લેવુ. જે આઘાત તે પ્રત્યાઘાત, આ નિયમ વેદધર્મી એને લાગુ પડ્યો. કહેવાનો સારાંશ એ છે કે આર્યાવર્ત માં આર્યોએ પિતાના આર્યગુણોથી પિતાની શ્રેષ્ઠતા બતાવી છે તેમાં અનાર્ય બુદ્ધિથી હાનિ થઈ એમ અનુભવથી અવલોકતાં જણાય છે. જૈન રાજાઓએ કદિ અન્ય ધર્મીઓને સતાવ્યા નથી અને તેઓના પર બલાત્કાર કરીને તેઓનાં ખૂન કર્યા નથી. પ્રભુ આજ્ઞા એ છે કે સર્વ જીવોપર દયા કરવી. સર્વ જીવો સત્તાએ પરમાત્મા છે. માટે તેઓને પોતાના આત્માની પેઠે દેખવા. પિતાના ધર્મથી વિરૂદ્ધ હોય તેવા મનુષ્યો પર પણ મૈત્રીભાવના ધારણ કરવી અને તેના પર કરૂણું રાખીને તેઓને ભલા માર્ગે દોરવા તેમજ તેએના પર ઉદાર ભાવ રાખો. જેઓ દયા સત્યાદિ ધર્મથી વિરૂદ્ધ હોય તેવા જીવો પર મધ્યસ્થભાવ ધારણ કરવો. ભિન્ન ભિન્ન ધર્મી મનુષ્ય પર દયા ભ્રાતૃભાવ રહે અને તેઓને માતા જેમ પુત્રનું ભલું કરે છે તેમ તેઓના પ્રતિ વર્તન ચલાવવામાં આવે તો આની ઉન્નતિ થઈ શકે એમ નિશ્ચય છે. દયા, શુદ્ધ પ્રેમ, પરોપકાર, ભ્રાતૃભાવ, કરૂણું આદિ જે ધર્મમાં ગુણો નથી તે ખરેખરી રીતે કહીએ તો ધર્મ નથી. જૈનધર્મમાં આવા સદિચારોથી ઉદાર ભાવ પિલવામાં આવ્યો છે. આર્યાવર્તન વતનીઓ પરસ્પર એક બીજાની સાથે મૈત્રી ભાવનાથી જોડાઈને રહેશે અને તેમજ સર્વ જીવોને સાહાટ્ય આપશે ત્યારે આર્ય દેશની ઉન્નતિ થશે. જ્ઞાનચારિત્ર આદિ ગુણોથી સર્વ આર્યોને ઉત્તમ બનાવવા સેવા કરવી એજ ઉદયનું ચિન્હ છે. પ્રશ્ન-ધર્મ એટલે શું ? ઉત્તર-દુર્ગતિમાં પડતા પ્રાણુઓનો ઉદ્ધાર કરીને જે શુભ ગતિમાં સ્થાપન
કરે તેને ધર્મ કહે છે. આત્માના જ્ઞાન, દર્શન, ચારિત્રાદિ સ ગુણોને ધર્મ કહેવામાં આવે છે. વધુ વહાવ ઘર-વતુર્વમાંવો ધર્મ વસ્તુના સ્વભાવને ધર્મ કહે છે. જડને જડત્વનો ધર્મ છે અને આત્માને જ્ઞાનદર્શન ચારિવાદિ ધર્મ છે, જે જે વસ્તુઓ
For Private And Personal Use Only