________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન ધર્મ સાહિત્ય.
ટકી શકે અને સામાન્ય રીતે જૈન ધર્મના સિદ્ધાંતોને હાથમાં લઈ શકાય એવી રીતે પરસ્પર ભિન્ન ગચ્છના સાધુઓએ, સાધુમહા સભા સ્થાપીને જૈન ધર્મની ઉન્નતિનાં કાર્યો કરવા જોઈએ. પાશ્ચાત્ય ધર્મવાળાઓ તથા અત્રત્ય ભિન્ન ભિન્ન ધર્મવાળાઓ ધાર્મિક પ્રગતિના કયા કયા ઉપાયો ગ્રહણ કરે છે અને તેમાં તેઓ કેવી રીતે લાવે છે તે જાણવું જોઈએ અને તેમાંના 5 ઉપાયને ગ્રહણ કરવા જોઈએ અને અનુભવની સૂમ દૃષ્ટિથી ધાર્મિોન્નતિના આચારે અને વિચારમાં સુધારા વધારે એવી રીતનો કરવો જોઈએ કે જેથી જૈનાગમથી અવિરૂદ્ધપણે પ્રગતિ માર્ગમાં પ્રયત્ન થાય, દેશકાલને અનુસરી જૈન સાધુઓના આચારોમાં અદ્ય પર્યત ઘણું પરિવર્તન થએલાં છે. જેન સાધુઓ ભિન્ન ભિન્ન ગચ્છના અને ભિન્ન ભિન્ન માન્યતા માનનારા હોવા છતાં પ્રત્યેક ગ૭વાળાને પરસ્પર વિરોધ ન આવે એવા સામાન્ય જૈન ધર્મની ઉન્નતિના ઉપાયમાં સંપીને કાર્ય કરવાના કોલકરારો કરીને સાધુમહાસભા સ્થાપી શકે અને પુનઃ જૈનધર્ણોદ્ધાર કરવા પ્રવૃત્તિ કરી શકે તો તે બનવા યોગ્ય છે. જૈન સાધુઓએ સંપમાં વિન આવે એવાં જે જે કારણો હોય તેઓને હાથમાં ન ધરવાં જોઈએ. જે આ પ્રમાણે તેઓ સંપીને મહા સભા ભરી જૈન ધર્મની સેવા કરશે તો પોતાનું અસ્તિત્વ ટકાવી શકશે. જેન ગૃહસ્થોએ ઉદારભાવથી ભિન્ન ભિન્ન ૫
માં, ગામાં રહેલા જૈનો સાથે સંપીને પરસ્પર અવિરેધી બાબતને હાથમાં લઈને જૈન ધર્મની સેવા માટે તૈયાર થવું જોઇએ. પરસ્પર ગ૭માં કલેશ થાય, કુસંપ થાય અને જેને પાછળ પડવા જેવું થાય એવી ઉદીરણા છાપાથી, ઉપદેશથી વા અન્ય રીતે પણ ન કરવી જોઈએ.
આવાંવતમાં અઢી હજાર વર્ષ પૂર્વે જૈનધર્મ, વેદધર્મ અને દ્ધિધર્મ એ ત્રણ ધર્મ વિદ્યમાન હતા. આ ત્રણ ધર્મ પૈકી ગમે તે ધર્મ પાળતા હતા. પાછળથી આ ત્રણ ધર્મના અનુયાયીઓમાં સ્પર્ધા ચાલી અને સ્પર્ધામાંથી એ પરિણામ આવ્યું કે પરસ્પર મૈત્રીભાવના ન રહી શકી. શંકરાચાર્યના વખતમાં જેને અને બૈદ્ધોનાં વેદધર્મના અનુયાયીઓએ ખૂન કરવા માંડયાં અને ધર્મને ઉદારભાવ કે જે સર્વ જીવોપર સમાન દષ્ટિથી દેખવું અને સર્વનું ભલું ઈચછવું અને ભલું કરવું આવા સચિારોને વેદધર્મીઓ કે જે હિન્દુઓ નામથી હાલ ઓળખાય છે તેઓએ દૂર
For Private And Personal Use Only