________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધાર્મિક ગધસંગ્રહ.
૭૫
પૂર્વક કોઈ ગમે તે બેલે તે વખતે એવી રીતે વિચાર કરવો કે નામ અને રૂપથી હું ભિન્ન છું. જે જે નામ પાડેલાં છે તે મારાં નથી. જે જે રૂપી પદાર્થો છે તે દ્વારા નથી. નામ અને રૂપથી હું ભિન્ન છું. નામ અને રૂપથી ભિન્ન એવા મારા સ્વરૂપને દુનિયા જાણી શકતી નથી. જે મહને ખરી રીતે જાણે છે તે તેને જાણે છે. જે આત્માને જાણે છે તે પિતાને તથા પરને જાણે છે તેથી તે આત્મજ્ઞાની છે. આત્મજ્ઞાની નામ રૂપના પ્રપંચમાં અહંવૃત્તિ ધારતો નથી અને તે અહંવૃત્તિને પરોપર આક્ષેપ કરતું નથી. જે આત્માને જાણે છે તે બાહ્ય વસ્તુઓમાં વા બાહ્ય પંપમાં રાતોમાચતો નથી. હું આત્મા છું, સત્તાએ સિદ્ધિને ભ્રાતા છું. સત્તાએ
હારામાં અને સિદ્ધમાં કંઈ ફેર નથી. આવા મહારા સ્વરૂપને ઉપયોગ દેતાં અજ્ઞાનરૂપ અંધકાર કયાંથી હોય ? આત્મજ્ઞાની અધિકાર પરત્વે કર્મયોગી હોય છે પણ કર્મમાં અલિપ્ત રહીને કર્મ કરી શકે છે, એવી તેની આત્મદષ્ટિ હોય છે તેથી તે બાહ્યથી કર્મોની (કાર્યોની ક્રિયાઓની) સાથે સંબંધિત હેવા છતાં કમલપત્રવત્ અન્તથી નિર્લેપ રહે છે. આવી ઉત્તમ જ્ઞાનીની સ્થિતિને જ્ઞાની જાણી શકે છે. અજ્ઞાની ઘક ખરેખર આત્મારૂપ સૂર્યને દેખી શક્ત નથી. નેતિ નેતિ પોકારીને વેદાન્ત શાસ્ત્ર જેનું પરિપૂર્ણ વર્ણન કરી શકતાં નથી અને જેના ગમે અવર એ ભંગ કથીને આત્મતત્તવનું પરિપૂર્ણ વર્ણન કરવાની અશકયતા દર્શાવે છે એવું આત્મતત્ત્વ તેજ હું છું. તેનામાં ઉંડા ઉતરવાથી હું તેની સ્કુરણને વિલય થાય છે. આત્માની અશુદ્ધ પરિણતિ એજ સંસાર અને આત્માની શુદ્ધ પરિણુતિ એજ મોક્ષ છે. આત્માની અશુદ્ધ પરિણતિ એ કર્મજન્ય છે માટે તેનાથી દૂર રહેવા અન્તર્મુખપયોગથી આત્માના શુદ્ધ ધર્મમાં રમણતા કરવી તેમાંજ ગુણ સ્થાનકને અન્તર્ભાવ થાય છે.
For Private And Personal Use Only