________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધામક ગદ્યસંગ્રહ,
તાનું કંઈ માનતા નથી. શાતા અને અશાતાના સંયોગો વચ્ચે રહેલા પિતાના આત્માને શાનિ ભિન્નપણે અવલોકે છે. જ્ઞાનીઓ પોતાની આવી નિર્લેપ દશાને ખ્યાલ પોતે કરી શકે છે. અન્ય મનુષ્ય ખ્યાલ કરી શકે કે નહિ? તેની ભજન જાણવી. પિતાની પરિણતિને અનુભવ પિતાને આવી શકે છે તેમાં અન્ય મનુષ્યોના અભિપ્રાયની જરૂર જ્ઞાનીઓ વિચારી શકતા નથી. જ્ઞાની બને છે તે દુનિયામાં સુખ દુઃખના પ્રસંગમાં સમભાવ ધારણ કરી શકે છે. બાહ્યથી શાતા અને અશાતા વેદનીયના પ્રસંગોથી દુનિયાની લોકોની દ્રષ્ટિમાં જ્ઞાની, સુખી અને દુ:ખી દેખાય છે પણ પોતાની દષ્ટિમાં પિતાને શાતા અને અશાતાથી ત્યારે દેખે છે અને પિતાને આત્મ સ્વભાવે સુખી માને છે.
પ્રેમને ચાહનારાઓએ પોતાના હૃદયથી સર્વ જેને પ્રેમથી ચાહવા જોઈએ. જેના હૃદયમાં શુદ્ધ પ્રેમ નથી તે અન્યના હૃદયમાં શુદ્ધ પ્રેમ પ્રગટાવવા સમર્થ થતું નથી. પ્રેમ એ દીપક સમાન છે. તે કમરૂપ દીવેટને બાળી નાખે છે. વિષય તૃષ્ણ, કામ તૃષ્ણા, સ્વાર્થ, ઈચ્છાઓ, વાસનાઓ નામ અને રૂપનું અહેવ ઇત્યાદિનો જ્યાં અભાવ છે ત્યાં આત્માના શુદ્ધ સ્વરૂપને શુદ્ધ પ્રેમ છે. શુદ્ધ પ્રેમને પ્રગટાવીને દુનિયાના સર્વ જી પર શુદ્ધ પ્રેમ મેઘવૃષ્ટિ કરીને તેઓને નિર્મલ કરવા જોઈએ. શુદ્ધ પ્રેમ જ્યાં પ્રગટે છે તે દેશ અને તે જીવો આર્ય ગણાય છે. આત્મજ્ઞાનના ઉચ્ચ શિખરે ચઢેલા મહાત્માઓના હદયમાં દિવ્ય શુદ્ધ પ્રેમનાં ઝરણાં પ્રગટે છે અને તે શુદ્ધ પ્રેમ ઝરણાના વહેળાઓ ભેગા થઈને દિવ્ય દયા ગંગા નદી રૂપ બને છે. જેઓના હદયમાં સર્વ જગત છ પ્રતિ વ્યાપાર શુદ્ધ પ્રેમ નથી તેઓ પ્રભુને પ્રાપ્ત કરવાના અધિકારી બની શકતા નથી. શુદ્ધ પ્રેમનાં ઝરણુંના પ્રવાહથી બનેલી દિવ્યદયાગંગામાં જેઓ ન્હાય છે તેઓ જીવોની પૂજામાં, જિન પૂજા–પ્રભુ પૂજાનો અનુભવ કરી શકે છે. જેઓના હૃદયમાં શુદ્ધ પ્રેમ છે તેઓના હૃદયમાંથી એવી દિવ્ય ધ્વનિ નીકળે છે કે જગમાં કોઈને કોઈ વૈરી ન હોવો જોઈએ. શુદ્ધ પ્રેમના રસમાં રસિક થએલાઓને આખું જગત એર પ્રકારનું દેખાય છે. તેઓનું જગની પેઠે વ્યાપકપ્રેમહંદય થવાથી તેના ઉદાર આશા વિચારો અને અનુભવોમાં પ્રભુને જ્ઞાનની ઝાંખી થાય છે. કલ્પવૃક્ષની પેઠે શુદ્ધ પ્રેમ જ્યાં ત્યાં પ્રાપ્ત થઈ શકતો નથી. શુદ્ધ પ્રેમથી અનુભવાતા આન-દથી આત્માનો અનુભવ કરી શકાય છે એમ જ્યારે મનુષે સમજશે ત્યારે મમત્વ ત્યાગ કરીને
For Private And Personal Use Only