________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધામિક ગધસંગ્રહ.
તેઓ આત્મારૂપ વિભુને પ્રાપ્ત કરવાના અધિકારી બની શકશે. મનુષ્યમાં શુદ્ધ પ્રેમના અભાવે વાસનાઓ. સ્વાર્થો, ઈર્ષા, ઈચ્છાઓ, નિર્દયતા, આતિથ્ય સત્કારનો અભાવ, શેક, ચિત્તા, મોહ અને ક્રોધ વગેરે દુર્ગણોને સભાવ દેખવામાં આવે છે. શુદ્ધ પ્રેમ ધારકોના હૃદયમાં આનન્દ છે અને તેઓનું મુખ સદા પ્રફુલ્લ હેાય છે.
आत्मा आत्म स्वभावमां, करे रमणता सार. एवां साधन साधीए, उत्तम छे व्यवहार ॥१॥ ( बुद्धिसागर.)
આત્મા એ પિતાના શુદ્ધજ્ઞાન દર્શન ચારિત્રધર્મમાં રમણતા કરવી એજ સર્વ કર્તવ્યોનું સાર છે. આત્મા પિતાના શુદ્ધ ધર્મમાં રમણતા કરે એવાં સાધનને સાધવા એજ ઉત્તમ વ્યવહાર છે. દ્રવ્યક્ષેત્ર કાલભાવે આત્મામાં રમણતા થાય એવાં સાધનો સાધવાની લતા ન વિસ્મરવી જોઈએ. શુદ્ધાનન્દ એજ આમાનું વાસ્તવિક જીવન છે અને એવા વાસ્તવિક શુદ્ધાનન્દ જીવનથી જીવ્યા વિના જે જે દુ:ખના શ્વાસે શ્વાસ લેવા તે આ આત્માનું જીવન ગણી શકાય નહિ. આત્માને શુદ્ધાનન્દ પ્રાપ્ત કરવો અને તેના વડે આન્તરિક જીવન વહે અને બાહ્યતઃ શ્વાસોચ્છાસથી છવન વહે એવાં સાધને પિતાની ચારે તરફ પ્રગટાવવાં કે જેથી મનુષ્ય જન્મની સફલતા થઈ શકે. વાસ્તવિક શુદ્ધાનન્દજીવન વહે એવું વાંચવું, એવું શ્રવણ કરવું. એવું કરવું, એવું લખવું, એવું લખાવવું, એવી ક્રિયા કરવી અને એવી સંગતિ કરવી એજ શ્રી વીર પ્રભુના ઉપદેશનું રહસ્ય છે. આમાનું સિદ્ધાન્તો વડે જ્ઞાન કરીને આત્મ સહજસુખ જીવન પ્રાપ્ત કરવા પ્રયત્ન કરો અને વિક્ષેપોને હઠાવવા એજ મુખ્ય કર્તવ્ય છે. રાગદ્વેષની વૃદ્ધિ કરવાને માટે સાધન નથી કિન્તુ રાગદ્વેષની ક્ષીણુતાપૂર્વક આત્માના શુદ્ધાનન્દ પ્રગટાવવા માટે સાધન છે એમ ખાસ લક્ષ્યમાં રાખીને સાધનાને વ્યવહાર કરવાથી આત્મ વિમુખતા થતી નથી. વ્યવહાર સાધન વડે આત્માની સન્મુખતા રહે એમ સર્વતઃ ઉપયોગ રાખવો. ખાતાં, પીતાં, સુતાં, બેસતાં, ચાલતાં, બોલતાં, વાંચતાં આદિ અનેક પ્રકારની ધાર્મિક અને વ્યવહારિક ક્રિયાઓ કરતાં છતાં આત્માના જ્ઞાન દર્શન ચારિત્રાદિ ગુણોનું અન્તર્મો જવાજલ્યમાન સ્મરણ રહે એમ ખાસ ઉપગ રાખવો. વિચાર શ્રેણિ પરંપરામાં વારંવાર પ્રવર્તતાં છતાં આત્માને શુદ્ધ પગ રહે અને અગ્ય આચારો તથા વિચારોથી પ્રતિક્રમણ અર્થાત્ પાછા ફરવાનું થાય
For Private And Personal Use Only