________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
---
ધાર્મિક ગદ્યસંગ્રહ,
--------------- ---- કદાગ્રહ કીચના કીડા, બનીને દષ્ટિરાગે તે ચહ્યું તે સાચ માન્યું જ્યાં, સર્ષ દ્રવ્યવેશે ત્યાં. ધયું” મન્તવ્ય એકાતે, નથી ત્યાં ભાવ વણ મુકિત બુદ્ધબ્ધિ ભાવલિંગ છે, ખરેખર મુકિતની સિદ્ધિ.
9
૮
ભાવલિંગની સાધ્યદષ્ટિએ સાધુઓને વ્યલિંગ હિતાવહ છે. આધ્યાત્મિકદષ્ટિએ શ્રીમદ્દના કાનું મનન કરી આત્મહિત કરવું જોઈએ.
ભાવલિંગ છે તેજ મુક્તિનું ઉપાદાને કારણે છે. વ્યલિંગતો નિમિત્ત કારણ છે. ભાવલિંગની મુખ્યતાએ દ્રવ્યલિંગની સાધના ઉપયોગી છે. આખી દુનિયાના મનુષ્ય જ્ઞાન દર્શન ચારિત્રરૂપ ભાવલિંગને પામે એવા ઉપાયને પ્રચાર કરવો જોઈએ. ભાવલિંગરૂપ સાધ્યને હૃદયમાં ધારણ કરીને દ્રવ્યલિંગે ભિન્ન હોવા છતાં કદિ પરસ્પર ભિન્ન દ્રવ્યલિંગથી કલેશ, ભેદ અને ખેદને ન ધારણ કરવો જોઈએ. બાહ્યના ભિન્ન ભિન્ન લિંગ ટળીને તેને એક દ્રવ્યલિંગ નિશ્ચય થયો નથી, થતો નથી અને થશે નહિ. રાગદ્વેષના મધ્યમાં રહીને અર્થાત મધ્યસ્થ રહીને વિચારવામાં આવે તો વ્યલિંગ ભેદની ભિન્ન ભિન્ન માન્યતાઓમાં પણ ભાવલિંગની ઉપયોગિતા સ્વીકારવાને વિચાર પ્રગટી શકે અને દ્રવ્યલિંગની ભિન્નતાના અવલોકનથી કપાયની વૃદ્ધિ ન થાય પરંતુ કષાયની મદતા થાય અને સર્વ જીવોની સાથે મધ્યસ્થભાવે વર્તી શકાય. ભાવલિંગની ખરેખરી આવશ્યક્તા સ્વીકારવાથી દ્રવ્યલિંગ ધારણ કર્યા છતાં દ્રવ્યલિંગીઓને દેખી ઈર્ષ્યા છેષ અને ખેદ વગેરે દુર્ગુણો પ્રગટતા નથી. ભાવલિંગથી મુક્તિને માનનારાઓ દ્રવ્યલિંગીઓના
વ્યલિંગ કદાગ્રહે ( જેવા કે અમુક વેષેજ એકાન્ત મુકિત છે. ) ના અધીન થતા નથી. દ્રવ્યલિંગ અને ભાવલિંગને તફાવત અવબોધ્યા પશ્ચાત મમત્વ, કલેશ અને અન્યનું અશુભ કરવા દુષ્પોન થતું નથી. નિશ્ચયનયની અપેક્ષાએ ભાવલિંગ તે મુકિતનું કારણ છે અને વ્યવહારનયની અપેક્ષાએ દ્રવ્યલિંગની મુક્તિ પ્રતિ નિમિત્તકારણુતા છે. શ્રી તીર્થકરોએ વ્યવહારનયની અપેક્ષાએ રજોહરણ મુખત્રિકા આદિ દ્રવ્યલિંગને ચારિત્રની આરાધના માટે ઉપયોગી ગયું છે. સાધુઓને દ્રવ્યલિંગ ધારણ કરવું પણ દ્રવ્યલિંગની મૂછ રાખવી નહિ. આગમાં-સમ્મતિતર્ક વિશેષાવશ્યક વગેરેમાં વ્યલિંગ ધારણ કરવાનાં કારણો દર્શાવ્યાં છે. રજોહરણ, મુખવસ્ત્રિકા, વસ્ત્ર, અને પાત્ર
For Private And Personal Use Only