________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
' ધાર્મિક ગદ્યસંગ્રહ.
સામર્થ્ય પર્યાયની અપેક્ષાએ કાયમ રહે છે. આત્માના ગુણ પચની પૂર
તા ખરેખર છતિપર્યાયામાંથી સામર્થ્ય પર્યાયોમાં આવે છે. છતિપર્યાય કરતાં સામર્થ્ય પર્યાયે અનન્તગુણ વિશેષ છે. આત્માને શુદ્ધપયોગથી એક સરખા સ્થિર ધાન્યમાં રહી આત્માની પૂર્ણતાને ખ્યાલ કરવામાં આવે છે તો પશ્ચાત્ કોઈ જાતની અપૂર્ણતા-અસંતોષ વાસના વગેરે જણાતું નથી એમ ક્ષયો સમજ્ઞાનધ્યાન બળેપણ નિશ્ચય કરી શકાય છે તો કેવળ જ્ઞાનનું તે શું કહેવું? આત્માની શુદ્ધ નિશ્ચયનયષ્ટિ પ્રગટતાં પિતાની શુદ્ધતાનો પ્રકાશ પિતાની મેળે થાય છે અને પશ્ચાત પિતાની શુદ્ધતા કરવી એ પિતાના હાથમાં છે અને તે શુદ્ધપયોગ બળે થાય છે એમ પરિપૂર્ણ ખ્યાલ આવે છે. પોતાની શુદ્ધતા થવાની હોય તો શુદ્ધ નિશ્ચયનયની દષ્ટિ પ્રગટે છે તેનો અનુભવીએ અનુભવ કરે છે.
આત્મજ્ઞાની વિવેકી પ્રારંભજ્ઞાનાવસ્થામાં આત્માની આ પ્રમાણે પ્રાર્થના કરે છે.
प्रपञ्चसञ्चयक्लिष्टान् , मायारूपात् बिभेमि ते । કસર મશવનાત્મન !! શુદ્ધ કરી રૂડી અધ્યાત્મસાર!
ભાવાર્થ –હે આત્મન ! પ્રપંચ સંચયથી કલેશવાળા તારા માયા રૂપથી હું બીવું છું. હે ભગવન આત્મન ! કૃપા કરી અને પોતાના શુદ્ધ રૂપને પ્રકાશ ! આત્માને આ પ્રમાણે પ્રાર્થના કરનાર આત્મા જ છે. આમ જ્ઞાનથી જાગ્રત થએલ જ્ઞાની પિતાની અશુદ્ધતા દેખીને અને કર્મને પ્રપંચ દેખીને પિતાના આત્માને પ્રાર્થના કરે છે. પિતાના આત્માની પરિણતિ સુધર્યા વિના હજારો નિમિત્ત કારણો મળે તો પણ પોતાની શુદ્ધતા થઈ શકતી નથી. માટે આત્માની શુદ્ધ પરિણુતિ રૂપ પ્રસન્નતાની પ્રાર્થના પોતાને આત્મા કરે છે. પિતાનો આત્મા ભગવાન છે. આરાધ્ય છે. પોતાની સૃષ્ટિના કર્તા પિતાને આત્મા ખરેખર ઈશ્વર છે. પિતાનામાં રહેલું શુદ્ધજ્ઞાન એજ ખરેખરૂ વિષ્ણુપણું છે. પિતાની પ્રસન્નતા પિતાના પર થયા વિના કંઈ વળવાનું નથી. પિતાના ખરા રૂપના આવેશમાં આવ્યા વિના પ્રસન્નતા પ્રગટતી નથી. યોદ્ધો ધડપર માથું નથી એવો ભાવ લાવીને જ્યારે ખરા રૂપમાં આવે છે ત્યારે તે વિજય વરમાળને પ્રાપ્ત કરે છે. પિતાની શુદ્ધતા અને પરમાત્મા પ્રગટાવવા અર્થે ખરા રૂપમાં અર્થાત ખરા
For Private And Personal Use Only