________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૪
ધાર્મિક ગધસંગ્રહ.
“ཀཀཀ པ་
આવેશમાં આવવાની જરૂર છે. પિતાના આત્માની સ્તુતિ કરવી એ પર માત્મદશા પ્રગટાવવાનું મંગળ ચિન્હ છે. પોતાનામાં રહેલ પરમાત્માની પ્રાર્થના સ્તુતિ કરીને તેને શુદ્ધ ધર્મના આવિર્ભાવ રૂપે પ્રત્યક્ષ કરવાની જરૂર છે. જેમ જેમ આત્માની ઉપર પ્રમાણે પ્રાર્થના કરવામાં આવે છે તેમ તેમ આત્મામાં જાણે ઈશ્વરી પ્રસન્નતા પ્રગટ થતી હોય એમ અનુભવ આવે છે. આત્માની પ્રસન્નતાને માટે આત્મા જવાબદાર છે. પિતાને આત્મા ઇશ્વર રૂપ હોઈ ખરી પ્રાર્થનાને તે પિતાની મેળે આન્તરિક ફુરણાથી જવાબ આપે છે. દરરોજ અમુક વખત સુધી પોતાના આત્માની ઉપર પ્રમાણે પ્રાર્થના કરવામાં આવે તે અન્તના દેવની પ્રસન્નતાની ખુમારીનો અનુભવ આવ્યાવિના રહેતું નથી. પોતાના આત્માને સર્વસ્વ સ્વધર્મને અર્પણ કરી શુદ્ધ નિશ્ચયથી તેની સેવા કરવાથી માયાના રૂપથી આત્મા ભિન્ન થાય છે અને માયાની ભેરવતા રહિત પિતાના શુદ્ધરૂપે પિતાને દર્શન આપે છે.
વસ્તુતઃ વિવેક દષ્ટિથી વિચાર કરતાં અવબોધાય છે કે આત્માનું દર્શન કરવું અને આત્માની શુદ્ધતાને પ્રકાશ કરે એજ આગમને સાર છે. આપણે કોણ છીએ અને આપણું શુદ્ધતાને કેવી રીતે પ્રકાશ કરવો તે અવધવાની આવશ્યકતા છે. ત્રણમણ વા ચારમણના શરીરમાં રહેનાર અને ભૂતકાલનું સ્મરણ કરનાર આત્મા પોતાનો છે અને તે શરીરને વ્યાપી રહ્યા છે. આત્માનું મૂળ સ્વરૂપ અને કર્મના યોગે વિકૃત સ્વરૂપ અવલોકીને એમજ વિવેક દષ્ટિ દર્શાવે છે કે વિભાવિકરૂપ તે ખરેખરૂં આત્માનું રૂપ નથી. મેહના સંબંધે વિભાગ દશાનું પરિણમન થએલું છે. એ વિભાગ દશાના પરિણમનથી વિવેકી આત્મા ભય પામે છે અને તેથી તે પિતાના આત્માને કહે છે કે હે આત્મન ! તમે પોતાના શુદ્ધરૂપે પ્રકાશય થાઓ. વિભાવ ભાયારૂપ તમારા વૈરા સ્વરૂપને પરિહાર કરવા માટે વિવેકરૂપ અર્જુન પોતાના આત્મા૫ કૃષ્ણને કથે છે કે હે આત્મારૂપ કૃષ્ણ તમારી કર્મરૂપ વિભાવ માયાથી બનેલી વૈરાટું સ્વરૂપતાને દેખીતે હું ભય પામું છું. કર્મરૂપ માયાએ તમે વિશ્વરૂપ જણાઓ છે અને તેથી આખી દુનિયા તમારી કર્મરૂપ માયાના વૈરા સ્વરૂપમાં દેખાય છે માટે હેને ત્યાગ કરીને તમે પિતાના શુદ્ધ નિર્મલ રૂપને પ્રકાશે કે જેથી હું આનન્દ પામું. આ પ્રમાણે વિવેક જ્ઞાનરૂપ અને પિતાના આત્મારૂપે કૃષ્ણને કથે છે. વિવેક જ્ઞાન પિતાના આત્માને આ પ્રમાણે જ્યારથી વિજ્ઞપિત કરે છે
For Private And Personal Use Only