________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધાર્મિક ગદ્યસંગ્રહ.
માત્મત્વ સત્તા દેખવી અને મનમાં પણ સર્વ જીવોની પરમાત્મતા વિચારવી. સૂક્ષ્મસત્તાગ્રાહક સંગ્રહનદષ્ટિથી પશુ, પંખીઓ અને મનુષ્યોની શરીરાદિ ચેષ્ટાઓ તરફ અલય કરીને ગમે તેવા સંયોગોમાં પણ તેઓનામાં પરમાત્મવ દેખવું અને ભાવવું. પિતાના આત્મામાં પરમાત્મવ દેખવું અને ભાવવું. સર્વ પ્રાણીઓમાં સત્તાએ પરમાત્મા છે એમ ભાવના ભાવવી. બાળક, યુવાનો, વૃદ્ધો, સ્ત્રીઓ અને પુરૂષોમાં સત્તાએ પરમાત્મા દેવ છે એવું દ્રઢ નિશ્ચયથી માનવું અને તેમાં રહેલા પરમાત્મપણ સંબંધી ખ્યાલ કરે. ચઉદ રાજલોકમાં સત્તાએ સર્વ જીવોમાં પરમાત્મત્વ છે એમ સંગ્રહનય દષ્ટિથી દેખવું અને ભાવવું. મારામાં જેવું પરમાત્મત્વ રહ્યું છે તેવું આ આંખે દેખાતા સર્વ જીવોમાં પરમાત્મપણું રહ્યું છે તેથી સત્તાની અપેક્ષાએ આખું જગત સચિત પરમાત્મારૂપ દેખાય છે. સત્તાએ ચિ રૂ૫ સર્વ જીવોની સેવા ભકિત અને ધ્યાનમાં એકતવ રૂપ ઉપાસના કરવાથી નાત, જાત, નામ, રૂપાદિ સ્થલ ભેદની બ્રાતિને નાશ થાય છે અને પરમાત્મત્વજ સર્વત્ર સત્તાથી અવલોકાય છે. આ પ્રમાણે ખાતાં, પીતાં, ઉઠતાં, બેસતાં અને અન્ય કાર્ય કરવા છતાં સંગ્રહનયષ્ટિથી સત્તાની સાપેક્ષાએ સર્વત્ર પરમાત્માની ભાવના ભાવ્યાથી આત્માની અને પરમાત્માની અભેદે પાસ નાની સિદ્ધિ થાય છે. | સર્વ પ્રાણીઓમાં સત્તા પરમાત્માની રહ્યા છે, આમ જે જુવે છે તે પોતાનામાં અન્યમાં પ્રભુને જોઈ શકે છે અને તે પ્રભુને પ્રાપ્ત કરી શકે છે. જે મનુષ્ય અભેપાસનાથી આખી દુનિયામાં પરમાત્મ દેવને સંયમ કરતો નથી તે પ્રભુની પ્રાપ્તિ છે તો ક્યાંથી તે તેને મળી શકે ? જે સર્વ જીવોમાં અભેદોપાસનાથી પરમાતમપણું સત્તાએ દેખતું નથી અને સર્વ જીવોને ઠાત નથી તે પ્રભુના નામ વડે પ્રભુની સાથે અભેદોપાસના કેવી રીતે કરી શકે ? આખી દુનિયામાં ઉદાર ભાવથી સત્તાએ સર્વ જેને પરમાત્માઓ માનીને તેઓના પ્રતિ આત્મદષ્ટિ રાખીને તથા આત્મદષ્ટિને આચારમાં મૂકીને વર્તવાથી પ્રભુની ભક્તિ સેવારૂપ અભેદપાસના ક્ષણેક્ષણે થયા કરે છે. આમામાં પ્રભુતા પ્રગટાવવાની અભેદોપાસના સર્વોત્તમપાય છે. દુનિયામાં સર્વ જીવોની સાથે સત્તાએ તેઓ પરમાત્માઓ છે એવો ભાવ રાખીને વર્તવું જોઈએ. જે અસંખ્યાત પ્રદેશરૂપ અરૂપી આત્મતત્વ પોતામાં વ્યાપી રહ્યું છે તેવા પ્રકારે સર્વ
For Private And Personal Use Only