________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધાર્મિક ગદ્યસંગ્રહ.
-
-
-
-
-
-
-
-
-
=
=
=
=
-
-
થાય છે. સમ્યકતવ અર્થાત શુદ્ધ વિવેક પ્રગટયા બાદ ગૃહસ્થ વા સાધુ પિતપિતાના અધિકાર પ્રમાણે કર્મ કરતો છતો અતથી અલિપ્ત રહે છે. સુખમાં વા દુઃખમાં, વિપત્તિના પ્રસંગમાં, હર્ષના પ્રસંગોમાં, શાકના પ્રસં. ગામાં, મિત્રોના પ્રસંગોમાં, શત્રુઓના પ્રસંગોમાં, ઘરમાં વા અરણ્યમાં આત્મજ્ઞાની દ્રવ્ય ક્ષેત્ર કાલાદિ અનુસારે કર્મ કરતો છત બંધાતો નથી. આત્મજ્ઞાન થવાથી બાહ્યના શુભાશુભ પ્રસંગમાં પ્રસંગોપાત્ત કરતા કર્મમાં અહંવૃત્તિને જ્ઞાનીને અભાવ હોય છે. ઈન્દ્રિયો અને મનને બાહ્ય વસ્તુઓમાં
જ્યાવિના આત્માને સહજાનન્દ અનુભવાય એટલે જાણવું કે આત્મજ્ઞાનની ઝાંખી કંઈક પિોતાનામાં પ્રગટી છે. પોતાની આત્મજ્ઞાન દશાને પિતાને ખ્યાલ આવે છે તે અન્યોને રૂપી વસ્તુઓની પેઠે દેખાડી શકાય નહીં. આવી જ્ઞાનીની દશામાં કર્મથી બંધાવાનું થાય નહીં.
અભેદે પાસનારૂપયોગ શ્રેષ્ઠતર છે. समापत्तिरिह व्यक्तमात्मनः परमात्मनि । अभेदोपासनारूपस्ततः श्रेष्ठतरो ह्ययम् ॥ ५९॥
પરમાત્મામાં આત્માની સમાપતિ કરવાથી આત્માની પરમાત્મતાનો સ્પષ્ટ અનુભવ આવે છે. આત્મા અને પરમાત્માની અભેદોપાસના રૂપ શ્રેષ્ઠતર યોગ છે. પ્રથમ અભ્યાસ કરતાં પરમાત્મામાં આત્માની સ્થિરતા, લીનતા કરવી પશ્ચાત પરમાત્માથી આભા ભિન્ન નથી એમ ભાવવું. મારા આત્મામાં પરમાત્માપણું છે, અને તે સત્તાગ્રાહક સંગ્રહનયની અપેક્ષાએ સ્પષ્ટ છે એમ ભાવવું. આત્મા અને પરમાત્માની અભેદ પાસના કરતાં કરતાં આત્મા તે જ પરમાત્મા છે એમ અનુભવ ખીલતે જાય છે. આત્મા એજ પરમાત્મા છે એમ ધ્યાન કરતાં અભેદપણે ભાવના કરવાથી પરમાભત્વ પ્રગટે છે. જે સંયમ કરવામાં આવે તે ધ્યાતા થાય છે. પરમાત્માને સંયમ કરતાં અને આત્મામાં પરમાત્માની ઉપાસના કરવાથી આત્મા અને પરમાત્માને ભેદ ટળી જાય છે, એમ જ્ઞાનયોગીઓને અનુભવ આવે છે. આત્મા અને પરમાત્માની અભેદે પાસના કરતાં પૂર્વે સંગ્રહનય દષ્ટિથી સર્વ પ્રાણુઓ કે જે ઉર્વલોક, તીર્થોલક અને અધલોકમાં રહેલા છે તેમાં પરમાત્મત્વ દેખવું, ભાવવું, જે જે પ્રાણીઓ દેખવામાં આવે છે તેના શરીરાદિ તરફ ન દેખતાં તેઓમાં રહેલી પર
For Private And Personal Use Only